મુંબઈ
ઇતિહાસમાં બિગેસ્ટ માર્જિનથી પરાજયનો સામનો કરવો પડયો હતો અને આ સાથે ટૂર્નામેન્ટમાં તેના અભિયાનનો અંત પણ આવી ગયો હતો. બોરુસિયા મોનચેંગ્લેડબાકે પોતાના સમર્થકોની સામે બાયર્ન મ્યૂનિચની ટીમને ૫–૦થી હરાવીને તેને ટૂર્નામેન્ટની બહાર કરી દીધી હતી. જર્મન કપમાં બાયર્નનો સૌથી મોટા માર્જિનનો પરાજય રહ્યો છે. છેલ્લા ૪૩ વર્ષના ગાળામાં કોઈ પણ ફૂટબોલ લીગમાં પણ તેનો આ બિગેસ્ટ પરાજય છે. આ પહેલાં ૧૯૭૮ની નવમી ડિસેમ્બરે બુંદેશ લીગામાં ફોર્ટુના ડુસેલડોર્ફે બાયર્નને ૭–૧ના માર્જિનથી હરાવ્યું હતું. ગ્લેડબાકે શરૂઆતમાં જ ત્રણ ગોલ નોંધાવીને મેચ લગભગ પોતાની તરફેણમાં કરી લીધી હતી. કોઆડિયો કોને બીજી જ મિનિટે ગોલ કરીને ખાતું ખોલ્યું હતું. રેમી બેંસબેનીએ ૧૫મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો અને ત્યારબાદ ૨૧મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી. બ્રીલ ઇમ્બોલોએ ૫૧મી મિનિટે સ્કોર ૪–૦નો કર્યો હતો અને છ મિનિટ બાદ પોતાનો વધુ એક ગોલ કર્યો હતો. અન્ય મેચમાં યુનિયન બર્લિને વાલ્ડહોફ મેનહીનને ૩–૧થી હરાવ્યું હતું.
