મુંબઈ
બિગ બોસ ૧૫માં ટેલીવિઝન રિયાલિટી શોના છેલ્લા વીકએન્ડ કા વાર એપિસોડમાં કોઇ પણ નોમિનેટેડ સદસ્યને ઘરમાંથી એવિક્ટ કરવામાં આવ્યા નહતા પરંતુ હવે મિડ વીક એવિક્શનમાં એક સાથે ડોનલ બિસ્ટ અને વિધિ પંડયાને શોમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. અચાનક થયેલ એવિક્શનથી ફેન્સ ખૂબ જ નારાજ છે. કલર્સ ટીની દ્વારા બિગ બોસ ૧૫માં બતાવવામાં આવ્યું કે બિગ બોસ દ્વારા તમામ કન્ટેસ્ટેન્ટને ત્રણ સંકટમાં નાખવામાં આવ્યા. પહેલું સંકટ એ છે કે દરેક ઘરવાળા હવે તમામ સુવિધાઓ છોડીને હવે જંગલમાં રહેશે. બીજું સંકટ હશે આ વીકનું નોમિનેશન અને ત્રીજું સંકટ બે કંટેસ્ટન્ટસનું મિડ વીક એવિક્શન. દરેક કંટેસ્ટેન્ટ્સે મહત્તમ સહમતીથી ડોનલ બિસ્ટ અને વિધિ પંડયાને ઘરમાંથી બેઘર કરવાનો ર્નિણય લીધો અને તેમને તરત જ શો છોડીને જવાનો વારો આવ્યો. આ વાતથી શોના ફેન્સ ખૂબજ નારાજ થયા છે. કેટલાક યૂઝર્સે સોશિયલ મીડિયા પર ગુસ્સા દર્શાવતા વિધી અને ડોનલને બલીનો બકરો બનાવ્યાનું કહ્યું. કેટલાક યૂઝર્સે બન્નેને શોમાં પાછા લાવવા માટે તેમના નામના હેશટેગ પણ ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકોએ આ એવિક્શનને અનફેયર જણાવ્યું છે.
