Maharashtra

બીએમસીએ નવરાત્રીને લઈને ગાઈડનલાઈન કરી જાહેર

મુંબઈ
દુર્ગા પૂજાનો આ નવ દિવસનો તહેવાર શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે. આ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ માટે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ઘરોમાં શાશ્વત જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રિ ૭ ઓક્ટોબરના રોજ શરૂ થશે અને ૧૫ ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (મ્સ્ઝ્ર) નવરાત્રિની ઉજવણી માટે માર્ગદર્શિકા જારી કરી છે અને નાગરિકોને કોવિડ -૧૯ અને ડેન્ગ્યુના ખતરાને ધ્યાનમાં રાખીને તહેવાર ઉજવવાની સલાહ આપવામાં આવી છે. મ્સ્ઝ્ર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન માત્ર પાંચ લોકોને જ એકત્ર થવાની મંજૂરી છે. માર્ગદર્શિકા અનુસાર, જાહેર પંડાલોની આરતી સમયે પંડાલમાં માત્ર ૧૦ લોકો જ હાજર રહી શકશે. તેમજ દરેક લોકોએ સામાજિક અંતરનું સખત પાલન કરવું જરૂરી છે. આ સાથે ગણેશ ચતુર્થી ઉત્સવ વખતે લાદવામાં આવેલા પ્રતિબંધોની જેમ, મ્સ્ઝ્ર એ જાહેર પંડાલ માટે દુર્ગા મૂર્તિની ઉંચાઈ ૪ ફૂટ અને ખાનગી સમારોહ માટે ૨ ફૂટ સુધીની મર્યાદા નક્કી કરી છે. માર્ગદર્શિકા મુજબ જાે વિસર્જનના દિવસ સુધીમાં જાહેર પંડાલ વિસ્તાર જાે કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાઈ જાય, તો મૂર્તિનું મંડળ પરિસરમાં જ વિસર્જન કરવું પડશે. આ સાથે, સરકારે લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસ ઉપર માટીની મૂર્તિઓને પ્રાધાન્ય આપવા અને ઘરોમાં અથવા નાગરિક સંસ્થાઓ દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ મ્સ્ઝ્ર એ ગણેશ ઉત્સવ બાદ તેમના વતનથી શહેરમાં પરત ફરતા લોકોનું ફરજીયાત પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.

Navratri.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *