Maharashtra

ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત લીડ મેળવી

મુંબઈ
ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી ઐતિહાસિક પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ ડ્રો રહી હતી. ટેસ્ટના અંતિમ દિવસે રવિવારે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં બે વિકેટે ૩૬ રન બનાવ્યા હતા. ભારતે તેને ૨૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. બંને ટીમો વચ્ચે આ ૧૦મી ટેસ્ટ છે. ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે લીડ મેળવી હતી. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી૨૦ શ્રેણી રમાશે. મેચના ચોથા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવને ચાર વિકેટે ૧૪૩ રનના સ્કોરને આગળ વધારવાનું શરૃ કર્યું હતું અને નવ વિકેટે ૨૪૧ રનના સ્કોરે ઇનિંગને ડિકલેર કરી દીધી હતી. એલિસ પેરીએ અણનમ ૬૮ રન બનાવ્યા હતા અને આ ટેસ્ટ ક્રિકેટમાં આ તેની સતત ચોથી વખત ૫૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો હતો. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ દાવના આધારે ૧૩૬ રનની લીડ મેળવી હતી અને બીજા દાવને ત્રણ વિકેટે ૧૩૫ રનના સ્કોરે ડિકલેર કરી દીધી હતી. ઓપનર શેફાલી વર્મા (૫૨) અને સ્મૃતિ મંધાનાએ (૩૧) આક્રમક શરૃઆત કરીને પ્રથમ વિકેટ માટે ૭૦ રનની ભાગીદારી નોંધાવી હતી. પૂનમ રાઉત ૪૧ રન બનાવીને અણનમ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *