મુંબઈ
બોલિવૂડ એક્ટ્રસ ઉર્વશી રૌતેલાએ ભારત-પાકિસ્તાન મેચને લઈને ગોલ્ડન ટિકિટ અત્યારથી બુક કરાવી દીધી છે. એક્ટ્રેસ ભારત-પાકિસ્તાન મેચને લઈને ઘણી ઉત્સાહી છે. ભારત-પાકિસ્તાન મેચ માટે ઉર્વશીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાની ફેવરિટ સ્પોર્ટ્સ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ થાય છે. આઈઆઈસી ટી-૨૦ વર્લ્ડ કપના શંખ વાગી ચૂક્યા છે ત્યારે વર્લ્ડ કપ હોય કે અન્ય કોઈ ચેમ્પિયનશિપ જ્યારે પાકિસ્તાન સામે ભારતની મેચ હોય ત્યારે હંમેશાં હાઈવોલ્ટેજ જ હોય છે.
