મુંબઈ
અભિનેત્રી અને મોડેલ દિવ્યા અગરવાલે તાજેતરમાં બિગ બોસ ઓટીટીમાં ભાગ લીધો હતો અને વિજેતા પણ બની હતી. દિવ્યા અગરવાલનું કહેવું છે કે તેને સલમાન ખાનથી ખૂબ ડર લાગી રહ્યો છે. ઓટીટી પછી હવે તે હવે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા શો ‘બિગ બોસ ૧૫’માં પણ જાેવા મળે એવી શક્યતા છે. આ વિશે દિવ્યાએ કહ્યું કે મને બિગ બોસ ૧૫ તરફથી હજી સુધી કોઈ કોલ નથી આવ્યો. જાે મને ફોન આવે તો હું એ માટે તૈયાર છું. હું વિનિંગ ઝોનમાં છું એથી હું શોનો સ્વીકાર કરીશ. મને શોના હોસ્ટ સલમાન ખાનથી ખૂબ ડર લાગે છે. દિવ્યા અભિયન-મોડેલિંગના ફિલ્ડમાં આવી એ પહેલા તેણે જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તે સારી ડાન્સર પણ છે અને કોરીયોગ્રાફર તરીકે પણ કામ કરી ચુકી છે. એમટીવી સ્પ્લીટવિલા દસમાં તે રનર અપ રહી હતી. પંચ બીટ, રાગીની એમેએમએસ-રિટર્ન્સ, કારટેલ જેવા વેબ શો તે કરી ચુકી છે.