મુંબઈ
ગાલિબના જીવન પર અનેક પુસ્તકો લખવાની સાથે સાથે ફિલ્મો પણ બની છે. એટલું જ નહીં તેમના જીવન પર એક ટીવી સિરિયલ પણ બનાવવામાં આવી હતી. એટલું જ નહીં ગાલિબના જીવન પર ઘણી શોર્ટ ફિલ્મો પણ બની છે. તો આજે મિર્ઝા ગાલિબના જન્મદિવસ પર અમે તમને તેમના જીવન પર બનેલી ફિલ્મ અને સિરિયલ વિશે જણાવીએ. ૧૯૫૪માં પહેલીવાર મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં અભિનેતા ભારત ભૂષણ નજપ આવ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન સોહરાબ મોદીએ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી સુરૈયા ભારત ભૂષણ સાથે જાેવા મળી હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત ફિલ્મે સૌના દિલ જીતી લીધા હતા. ગાલિબને ખૂબ પસંદ કરવામાં આવતા હતા. જેના કારણે તેમના જીવન પર ફિલ્મની સાથે સિરિયલ પણ બનાવવામાં આવી હતી. આ સિરિયલમાં નસીરુદ્દીન શાહ ગાલિબના રોલમાં જાેવા મળ્યા હતા. આ શોના દરેક એપિસોડની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. ગુલઝારે આ શો લખ્યો હતો. આ શોની ખાસ વાત એ હતી કે તેમાં જગજીત સિંહ દ્વારા ગાયેલી ગઝલો પણ બતાવવામાં આવી હતી. નસીરુદ્દીન શાહની કારકિર્દી માટે આ શો ઘણો સારો સાબિત થયો. ગાલિબને ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમના જીવન પર પાકિસ્તાનમાં પણ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં એક્ટર સુધીર લીડ રોલમાં જાેવા મળ્યા હતા. પાકિસ્તાનમાં પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ ૧૯૬૧માં રિલીઝ થઈ હર્તી મિર્ઝા ગાલિબના જીવન પર ઘણી ટૂંકી ફિલ્મો પણ બની છે, જે ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આજે પણ ચાહકો ગાલિબ પર બનેલી ફિલ્મો જાેવાનું પસંદ કરે છે.મહાન કવિ મિર્ઝા ગાલિબને કોઈ ઓળખની જરૂર નથી. તેમના શેર પણ લોકોના હોઠ પર છે. તેમની શાયરી વગર પ્રેમની વાત કરવી શક્ય નથી. તેમની કવિતા અને તેમનું નામ આજે પણ જીવંત છે. ગાલિબનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૭૯૬ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો. ગાલિબને તેમની શેર-ઓ-શાયરીને કારણે સર્વત્ર ઓળખ મળી છે.