મુંબઈ
મહારાષ્ટ્રના ડેપ્યુટી ઝ્રસ્ અજીત પવાર કોરોનાના નવા વેરિયન્ટ અને વેક્સીનેસન ને લઈને તમામ જિલ્લા કલેકટરો અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. શનિવારે તેમણે પુનામાં અધિકારીઓ સાથે બેઠક કરી. પવાર પુનાના ગાર્જિયન મિનિસ્ટર છે. તેમણે કહ્યું કે પુનામાં કોરોનાની સ્થિતિ પહેલા કરતા સારી છે. બીજા દેશોમાંથી આવનારા લોકોની સંખ્યા વધુ છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. સ્થિતિને જાેઈને પુનામાં પ્રતિબંધો પર વિચાર કરવામાં આવી શકે છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા મલ્ટીપલ મ્યુટેન્ટ વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો ભારત સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી બેંગલુરુ પરત આવેલા કર્ણાટકના બે લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. જાેકે રાહતની વાત એ છે કે બંનેના સેમ્પલમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યો નથી.
