Maharashtra

મહારાષ્ટ્રમાં અસહ્ય ટાઢમાં થરથર કાંપીને ૫૦૦ ઘેટાં મૃત્યુ પામ્યાં

મુંબઈ
જિલ્લાના ખટાવ તાલુકાના મેઘલદર ગામના કુમાર મદને નામના કિસાને તેની ૧૫ બકરીઓને ઘર નજીકના ખુલ્લા મેદાનમાં બાંધી હતી. જાેકે બુધવારે રાતે મુશળધાર વર્ષા થઇ હોવાથી બકરીઓ ભીંજાઇ ગઇ હતી. ઉપરાંત વાતાવરણ પણ અસહ્ય ઠંડું હોવાથી ૧૫ બકરીઓ લાંબા સમય સુધી થરથર કાંપતી રહી અને છેવટે મૃત્યુ પામી હતી. અહમદનગર જિલ્લાનાં સરકારી સૂત્રોએ પણ એવી માહિતી આપી હતી કે જિલ્લાના પારનેર તાલુકાનાં કુલ ૨૩ ગામમાં ૫૦૦ કરતાં વધુ ઘેટાં પણ તોફાની વરસાદ અને અસહ્ય ટાઢને કારણે મૃત્યુ પામ્યાં હતાં. નાશિક જિલ્લાના સટાણા તાલુકાના અંબાસણ ગામના ચાર કિસાનોનાં લગભગ ૧૦૦, દેવળા તાલુકાના દહીવડ ગામમાં ૧૬,કર્હે ગામમાં ૧૪ અને યેવલા તાલુકાના સોમઠાણ દેશમાં ૧૨ ઘેટાં મૃત્યુ પામ્યાં હતાં. સાથોસાથ પુણે જિલ્લાના આંબેગાંવ અને જુન્નર તાલુકામાં પણ ૨૫૦ બકરીઓ અને ઘેટાં મૃત્યુ પામ્યાં હોવાના સમાચાર મળે છે.સાતારા જિલ્લાનાં સરકારી સૂત્રોએ એવી માહિતી આપી હતી કે વાઇ અને ખટાવ તાલુકાનાં દેગાંવ અને મેઘલદરે ગામમાં ગયા બુધવારે રાતે મુશળધાર વર્ષા થઇ હતી.દેગાંવના શિવાજી ધાયગુડે નામના ખેડૂતે તેની બકરીઓને પતરાના મોટા શેડમાં બાંધી હતી.જાેકે બુધવારે રાતે ભારે વર્ષા થઇ હતી.સાથોસાથ શિયાળાની કડકડતી ઠંડી પણ હતી.આવા અચાનક પલટાયેલા હવામાનની તીવ્ર અસર સહન નહીં કરી શકતાં ૨૦ બકરીઓ શેડમાં જ મૃત્યુ પામી હતી.ઉપરાંત ૧૦ બકરીઓ ગંભીર બીમાર પડી ગઇ હોવાના સમાચાર મળે છે.મહારાષ્ટ્રમાં ગયા બુધવારે વરસેલા કમોસમી ભારે વરસાદ અને ઠંડાગાર વાતાવરણથી જુદા જુદા જિલ્લામાં કુલ ૩૫ બકરીઓ અને ૫૦૦ કરતાં પણ વધુ ઘેટાં મૃત્યુ પામ્યાં હોવાના સમાચાર મળે છે. જિલ્લા વહીવટીતંત્રનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બકરીઓ તથા ઘેટાં અહમદનગર, સાતારા, નાશિક, પુણે જિલ્લામાં મૃત્યુ પામ્યાં હતાં.

Mumbai-Pasu-dead-in-thandi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *