Maharashtra

મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થયું ઃ ૪ દિવસ હવામાન સૂકું રહેશે

મુંબઈ
કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૨ અને લઘુત્તમ તાપમાન ૨૨.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૦.૨ અને લઘુત્તમ તાપમાન ૨૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ તાપમાન ૨,ડિસેમ્બરની સરખામણીએ ૪-૫ અને ૪-૩ ડિગ્રી વધુ રહ્યું હતું. ૨,ડિસેમ્બરે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૫.૮ અને લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૬.૪ અને લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. જાેકે સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર)નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ૧ અને ૨,ડિસેમ્બરના કમોસમી વરસાદથી મુંબઇનું પ્રદૂષણ ઘણા અંશે સાફ થઇ ગયું હોવાથી હવાની ગુણવત્તા સારી અને સંતોષકારક રહી છે.આજે મુંબઇની હવાની સરેરાશ ગુણવત્તાનો આંક ૮૦ નોંધાયો હતો, જે સંતોષકારક ગણાય છે. બોરીવલી, મલાડ, અંધેરી, બાંદ્રા-કુર્લા કોમ્લેક્સ, ચેમ્બુરથી લઇને વરલી અને કોલાબા સુધીના વિસ્તારોની હવાની ગુણવત્તા પણ સંતોષકારક રહી હતી બીજીબાજુ હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો હતો કે આવતા ચાર દિવસ(૪થી૭-ડિસેમ્બર) દરમિયાન કોંકણનાં મુંબઇ અને પાલઘરનું હવામાન સૂકું રહેશે. જ્યારે થાણે,રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં આવતીકાલે હળવી વર્ષા થયા બાદ ત્રણ દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતા છે.મધ્ય મહારાષ્ટ્ર(નાશિક, પુણે, જળગાંવ,માલેગાંવ, સાતારા, સાંગલી, કોલ્હાપુર)માં અને મરાઠવાડા(બીડ, નાંદેડ, લાતુર, પરભણી) માં પણ હવામાન મોટાભાગે સૂકું રહેશે.અમુક સ્થળોએ હળવી વર્ષા થવાની સંભાવના છે. બારામતીમાં લઘુત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રી, પુણે- ૧૬.૩ , મહાબળેશ્વર-૧૯.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનો માહોલ લગભગ પૂરો થઇ ગયો છે. આજે મુંબઇનું ગગન ચોખ્ખુંચણક રહ્યું હતું.સૂર્યનારાયણનાં તેજસ્વી કિરણોથી વાતાવરણમાં ગરમાટો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *