Maharashtra

મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં પણ નવા વાઇરસને લીધે સરકાર સતર્ક

મુંબઈ
રાજ્યમાં આજે કોરોનાના ૯૧૫ દરદી સાજા થતાં તેોનો હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઇ હતી. જ્યારે રાજ્યમાં આજ દિન કોરોના ૭૧૩૨ દરદી સારવાર લઇ રહ્યા છે. અને ૭૯૧૯૯ લોકો હોમ ક્વોરન્ટાઇન અને ૮૮૧ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટાઇન હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઇમાં આજે કોરોનાના નવા ૧૮૬ કેસ નોંધાયા હતા. અને ત્રણ દરદીના મોત થયા હતા. જ્યારે શહેરમાં કોરોનાના ૨૧૦ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. અને શહેરમાં અત્યારે કોરોનાના ૧૮૮૬ દરદી વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં છે, પરંતુ વિદેશથી આવતા ખાસ આફ્રિકા અને યુરોપિયન દેશમાં જ્યાં કોરોનાના નવા પ્રકારના ઓમિક્રોન વાઇરસ મળી આવ્યા છે. ત્યાંના પ્રવાસીઓની ખાસ એરપોર્ટ પર તપાસ કરાય છે. અત્યાર સુધી ૨૮ જણના નમૂના લઇને નમુના તપાસ માટે મોકલી આપ્યા છે. આથી નવા વાઇરસથી રાજ્યમાં ભયનું વાતાવરણ છવાઇ ગયું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૬૬૪ કેસ નોંધાયા છે. અને ૧૬ દરદીએ જીવ ગુમાવ્યો હતો.

Omicron-virus-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *