મહારાષ્ટ્ર
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર એવા વિદ્યાર્થીઓને જ ઑફલાઇન વર્ગો માટે મંજૂરી આપવામાં આવી છે જેમણે એન્ટિ-કોરોના વાયરસ વેક્સિનના બંને ડોઝ લીધા છે. ત્યારે હાલ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા તંત્ર દ્વારા કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. કોરોના સંક્રમિત મળી આવેલા આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. આ સ્પર્ધાની તૈયારી માટે તેને સંસ્થાના વર્કશોપમાં સ્થાન આપવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા પરીક્ષણ કરવામાં આવતા ૧૩ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.મળતી માહિતી મુજબ હાલ આ તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે. જાે કે હજુ ૪ વિદ્યાર્થીઓના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. રાહતની વાત એ છે કે, કોરોના સંક્રમિતોમાંથી એકપણ દર્દી ઓમિક્રોન પોઝિટિવ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. આ સ્ૈં્ સંસ્થા સ્થિત વર્કશોપમાં આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાની તૈયારી કરી રહ્યા હતા. તેથી, આ વિદ્યાર્થીઓનો અન્ય લોકો સાથે સંપર્કમાં આવ્યા નથી. હાલમાં, સ્ૈં્ વહીવટીતંત્ર દ્વારા વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે અને કોરોના નિયમોના પાલનને લઈને કડકાઈ દાખવવામાં આવી રહી છે. હાલ સંસ્થા દ્વારા અન્ય લોકો કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. જાે કે આવી સ્થિતિમાં હાલ સમગ્ર કેમ્પસ બંધ કરવાને લઈને કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી.ઉપરાંત સંસ્થાએ તંત્રને કોરોના નિયમનુ પાલન કરવાની ખાતરી આપી છે.કોરોનાની બીજી લહેર બાદ ફરીથી રાજ્યમાં કોરોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે.પુણેના કોથરુડમાં આવેલી સ્ૈં્ વર્લ્ડ પીસ યુનિવર્સિટીના ૧૩ જેટલા વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે હાલ સંસ્થા દ્વારા આગામી સમયમાં ઓફલાઈન વર્ગો અને પરીક્ષાઓને લઈને કોરોના સંબંધિત નિયમોના પાલનમાં કડકાઈ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.