Maharashtra

મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં એક પણ કેસ ન નોંધાયો

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં આવ્યો હતો. થાણે જિલ્લાના કલ્યાણ ડોમ્બિવલીમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવેલો યુવાન સંક્રમિત મળી આવ્યો હતો. જાે કે આ વ્યક્તિને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જાે મુંબઈની વાત કરીએ તો, અહીં કોરોના વાયરસના ૨૯૧ કેસ નોંધાયા છે અને એક દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.જ્યારે થાણે જિલ્લામાં કોરોના વાયરસના ચેપના ૧૧૧ નવા કેસ સામે આવતા કુલ કેસોની સંખ્યા વધીને ૫,૭૦,૨૮૮ થઈ ગઈ છે અને વધુ બે લોકોના મોત થયા છે.મહારાષ્ટ્રમાં કોરોનાની દહેશત ધીમી થતી જાેવા મળી રહી છે. પરંતુ હજુ પણ ખતરો ટળ્યો નથી.છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના ૭૮૯ નવા કેસ નોંધાયા છે અને સાત લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જાે કે,રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં ઓમિક્રોન વેરિઅન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે,રાજ્યમાં ગુરુવારે કોરોના વાયરસના નવા કેસ સાથે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૬૬,૪૧,૬૭૭ થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને આંકડો ૧,૪૧,૨૧૧ પર પહોંચી ગયો છે.આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૫ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ ૬૪,૯૦,૩૦૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. મહારાષ્ટ્રમાં હાલ ૬૪૮૨ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે રિકવરી રેટ પણ સુધરીને ૯૭.૧૨ ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ દર ૨.૧૨ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬,૬૫,૧૭,૩૨૩ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં ૭૪,૩૫૩ લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે, જ્યારે ૮૮૭ લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં છે. જાે કે રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કોરોનાના નવા વેરિઅન્ટનો કેસ સામે આવ્યો નથી.

Corona-Virus-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *