મુંબઈ
દેશમાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ મહારાષ્ટ્રમાં છે. બીજી તરફ મુંબઈમાં પણ ઓમિક્રોન અને કોરોનાનું સંક્રમણ ઝડપથી વધવા લાગ્યુ છે. કોરોનાની વાત કરીએ તો ૧૪ ડિસેમ્બરે ૨૨૫ કોરોના દર્દીઓ સામે આવ્યા હતા. ૧૯ ડિસેમ્બરે આ સંખ્યા વધીને ૩૩૬ થઈ ગઈ હતી.જ્યારે ૨૩ ડિસેમ્બરે સક્રિય કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૦૦ પર પહોંચી ગઈ હતી. ૨૬ ડિસેમ્બર સુધીમાં આ આંકડો ૯૨૨ પર પહોંચી ગયો.મુંબઈમાં અત્યાર સુધીમાં ૭,૪૭,૮૬૪ લોકોને કોરોનામાંથી મુક્ત થયા છે. જેથી રિકવરી રેટ સુધરીને હાલમાં ૯૭ ટકા પર પહોંચ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ વિસ્તારમાં કોરોના વૃદ્ધિ દર ૦.૦૬ ટકા છે.કોરોનાની બીજી લહેર બાદ સમગ્ર દેશમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ છે.બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પણ દહેશત જાેવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ કોરોના સંક્રમિત આંકડો ૧૦૦૦ને પાર પહોંચ્યો છે ત્યારે હાલ કોરોનાના વધતા કેસે તંત્રની ચિંતા વધારી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં હાલ શિયાળુ સત્ર ચાલુ છે.જેથી સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા છેલ્લા ૨ દિવસમાં ૨,૩૦૦ લોકોના ઇ્-ઁઝ્રઇ પરીક્ષણ કરવામાં આવ્યા હતા.જેમાં પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સહિત વધુ ૩૫ લોકો કોવિડ સંક્રમિત મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ઝડપથી વધી રહ્યું છે. રવિવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૩૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા હવે વધીને ૧૪૧ થઈ ગઈ છે. ઉપરાંત વધતા કોરોના સંક્રમણે હાલ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. રવિવારે મહારાષ્ટ્રમાં ૧,૬૪૮ નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે ૧૭ લોકોના મોત થયા છે. જ્યારે ૯૧૮ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. હાલમાં રાજ્યમાં ૯,૮૧૩ સક્રિય કોરોના કેસ છે.