મુંબઈ
બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે બોલ્ડ સીનને કારણે વધુ જાણીતી છે. બોલીવૂડમાં તેણે મર્ડર અને ખ્વાહીશ જેવી ફિલ્મોથી ઓળખ ઉભી કરી હતી. પરંતુ પછી તેને સતત આવી ફિલ્મો જ ઓફર થતી હતી. લાંબા સમય પછી તે ફરીથી દર્શકો સામે આવી છે. હાલમાં જ એમએકસ પ્લેયર પર તેની વેબ સિરીઝ નકાબ આવી છે. જેમાં તે જબરદસ્ત રોલમાં દેખાઇ છે. સાથે એશા ગુપ્તા પણ મુખ્ય ભુમિકામાં છે. પોતે બોલિવુડમાં માત્ર બોલ્ડ સીન સુધી બંધાઇને રહી ગઇ હોવાથી તેનો અફસોસ પણ તેને છે. નકાબ સિરીઝમાં મલ્લિકાએ એશા ગુપ્તા સાથે કિસીંગ સીન કર્યા છે. આ અંગે તેણે કર્યુ હતું કે મને પુરૂષો કરતાં મહિલા સાથે ઇન્ટીમેટ થવામાં વધુ સરળતા લાગે છે. મલ્લિકાએ કાસ્ટિંગ કાઉચ અંગે કહ્યું હતું કે મેં આનો સીધો સામનો નથી કર્યો. મર્ડર ફિલ્મ બાદ મારી ઈમેજ વધુ બોલ્ડ બની હતી. ત્યારબાદ ઘણા પુરૂષ કલાકારોએ છૂટ લેવાની કોશિશ કરી હતી. પણ મેં પુરૂષ કલાકારોને કહેલુ કે હું સમજૂતી કરવા નથી આવી. અહીં હું કારકિર્દી બનાવવા આવી છુ. ત્યારબાદ તેમણે મારી સાથે કામ નહોતુ કર્યુ.
