મુંબઈ
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને વરિષ્ઠ આઇપીએસ અધિકારી પરમબીર સિંહે દેશમુખ સામે ૧૦૦ કરોડ રૃપિયાની વસૂલીનો ગંભીર આરોપ કર્યો હતો. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પરમબીર સિંહે લખેલા પત્રથી ખળભળાટ મચી ગયો હતો. સીબીઆઇએ આ પ્રકરણે તપાસ ચલાવી ગુનો નોંધ્યો હતો. ઇડીએ પણ ગુનો નોંધી તપાસ સાધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ વારંવાર સમન્સ આપ્યા છતાં દેશમુખ હાજર થયા નહોતા. થોડા સમય અગાઉ તેઓ ઇડીની ઓફિસમાં આવ્યા તે સમયે પૂછપરછ બાદ દેશમુખની ધરપકડ કરાઇ હતી.એનસીપીના નેતા અનિલ દેશમુખની જ્યુડિશિયલ કસ્ટડી ૧૪ દિવસ સુધી વધારવામાં આવી છે. તેમની કસ્ટડી આજે પૂરી થતા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.