મુબઈ
મરાઠી ટીવી સિરીયલની જાણીતી અભિનેત્રી હવે હિન્દી સિરીયલમાં મહત્વની ભુમિકા નિભાવી રહી છે. પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ નામની સિરીયલ દર્શકોને ખુબ ગમી રહી છે. આ સિરીયલમાં હવે અહિલ્યાબાઇને યુવાન સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યા છે. શોમાં સાત વર્ષનો જમ્પ આવ્યા પછી આ ફેરફાર થયો છે. યુવા અહિલ્યાબાઇની ભુમિકા મરાઠી ટીવી અભિનેત્રી એતાશા સાંઝગીરીને મળી છે. એતાશાએ કહ્યું હતું કે અહિલ્યાબાઇના જીવનનો નવો અધ્યાય રજૂ કરવા હું સંપુર્ણ રીતે તૈયાર છું. અહિલ્યાબાઇ હોલકરનું પાત્ર ભજવવું એ મારા માટે ગોૈરવની વાત છે. આ શોમાં હું પરંપરાગત અને સામાજીક અવરોધોને દૂર કરીને આગળ વધતી રહીશ. દર્શકોને મારી ભુમિકા ચોક્કસપણે ગમશે. એતાશા મરાઠી ટીવી સિરીયલોમાં ખુબ જ લોકપ્રિય છે. આ કારણે તેને અહિલ્યાબાઇના પાત્ર માટે પસંદ કરવામાં આવી છે. તેના વિશાળ ચાહકવર્ગને પણ આ પાત્ર અને આ શો ખુબ ગમશે.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2021/10/Aetasha-03.jpg)