મુબઈ
ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૫૯ રનની ઇનિંગનો પીછો કરવા માટે બહાર આવી, ત્યારે એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે તેમના માટે ઇનિંગની શરૂઆત કરી હતી. ટિમ સાઉથીએ ન્યૂઝીલેન્ડ માટે બોલિંગની શરૂઆત કરી હતી. અને ડેવિડ વોર્નરે પ્રથમ સ્ટ્રાઈક લીધી. પ્રથમ બોલ ડાબા હાથના ઓપનર વોર્નરે સ્લિપ સમયે હવામાં રમ્યો હતો, બોલ બીજી સ્લિપ પર ઉભેલા ગુપ્ટિલથી દૂર હતો. તેમ છતાં તેણે પ્રયત્ન કર્યો અને તે પ્રયાસ સફળ થયો. પરિણામ એ આવ્યું કે તેનો કેચ એક અદ્ભુત કેચ બની ગયો. ગુપ્ટિલનો આ કેચ પણ અઘરો હતો. કારણ કે જમણા હાથનો ખેલાડી હોવાથી તેણે તેને ડાબા હાથથી પકડ્યો હતો. વોર્નરના બેટમાંથી નીકળેલ આ કેચ ખરેખર સ્લિપમાં ઉભેલા ગુપ્ટિલના વિરુદ્ધ હાથ પર હતો, જેને તેણે ડાઇવિંગ કરીને પકડ્યો હતો.્૨૦ વિશે વાત કરતા લોકો કહેશે કે યુવાનોની રમત. બેટ્સમેનની રમત. પરંતુ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ મેચમાં કંઈક અલગ જાેવા મળ્યું હતું. જેના પછી તમે માનશો કે ્૨૦ એ માત્ર યુવાનોની રમત નથી, પરંતુ જે અહીં ફિટ છે તે હિટ છે. હવે ન્યૂઝીલેન્ડના ૩૫ વર્ષીય માર્ટિન ગુપ્ટિલ ને જુઓ. તેણે મેચમાં એવુ ચક્કર ચલાવ્યુ કે તેણે ડેવિડ વોર્નર જેવા દિગ્ગજની રમતનો તો અંત જ લાવી દીધો હતો. જાેકે આ મેચ ન્યુઝીલેન્ડનીા પક્ષમાં નહોતી રહી, પરંતુ ગુપ્ટિલે જે કેચ પકડ્યો હતો તેની ઘણી ચર્ચા થઈ હતી. ઓસ્ટ્રેલિયાની ફેવરમાં ન્યૂઝીલેન્ડની વોર્મ અપ મેચ કેવી રીતે સમાપ્ત થઈ? તે બતાવીશુ, પરંતુ તે પહેલા, જમણા હાથના ખેલાડી માર્ટિન ગુપ્ટિલના ડાબા હાથ દ્વારા પકડેલા આકર્ષક કેચની ચર્ચા કરી. આ કેચની સ્ક્રિપ્ટ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ શરૂ થઈ ત્યારે લખાઈ હતી. જ્યારે તેના સ્કોર બોર્ડ પર એક પણ રન નહોતો. આ કેચ રન પહેલા વિકેટ સ્કોર બોર્ડમાં ઉમેરવાનું કામ કરતો હતો.
