મુબઈ
મહારાષ્ટ્રના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોળે ગુરુવારે એનસીપી નિયંત્રિત ગૃહ વિભાગ પર સિંહના ગુમ થવા મામલે માછલા ધોયા હતાં. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટકો રાખવામાં તેમની કથિત સંડોવણી માટે પરમબીર સિંહની પણ ધરપકડ કરવામાં નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવ્યા હતા. પટોલેએ કહ્યું કે ”જ્યારે બહાર આવ્યું કે બરતરફ કરાયેલા મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝે વિસ્ફોટકો રાખવામાં સીધો સંડોવાયેલો હતો, ત્યારે મુંબઈ પોલીસે સિંહની ધરપકડ કરવી જાેઈતી હતી અને રાજ્યના ગૃહ વિભાગે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જાેઈતા હતાં. પટોળેએ આગળ કહ્યું કે “પોલીસ વર્તુળોમાં પણ સિંહ અને વાઝે વચ્ચે સારો મનમેળ હોવાની વાત જાણીતી હતી અને મુંબઈ પોલીસ તેમજ ગૃહ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરવી જાેઈતી હતી. જાેકે ત્યારબાદ પોલીસ અને ગૃહ વિભાગ બંને લાચાર હતા કારણ કે આ સમગ્ર મામલે તપાસ દ્ગૈંછ દ્વારા પોતાના હાથમાં લઈ લેવામાં આવી હતી” સિંહ દેશ છોડીને ભાગી ગયા હોવાની શક્યતાની વાત કરતાં પટોળેએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આરોપ મુકતાં કહ્યું કે, “ઘણા અહેવાલમાં આવ્યું છે કે પીએમ મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારની મદદથી સિંહ ખૂબ જ આરામથી દેશ છોડીને જતા રહ્યા છે. જાે વાઝની ધરપકડ પછી તરત જ તેમની પણ ધરપકડ કરવામાં આવી હોત તો રાજ્યનો ગૃહ વિભાગ તેમની પાસેથી મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી શક્યો હોત” બહુ ચર્ચિત કરોડોની ખંડણીના કેસમાં રાજ્યના ગૃહમંત્રી સહિતના વ્યક્તિઓ પર સનસનીખેજ આરોપ મુકીને દેશમાં રાજકીય ભૂકંપ લાવ્યા બાદ એક તરફ આ મામલે કેન્દ્રિય એજન્સીઓ તપાસ કરી રહી છે તો બીજી તરફ રાજ્યની ઝ્રૈંડ્ઢ ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર એવા પરમબીર સિંહ સામે તપાસ કરી રહી છે. જેના અનુસંધાને તેમના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યું હતું. પરંતુ વોરંટ જાહેર થયાના એક એક સપ્તાહ બાદ પણ સીઆઈડી તેને બજાવી શકી નથી. આ માટે તપાસ એજન્સીએ કહ્યું હતું કે પરમબીર સિંહને તેમના નિવાસસ્થાને શોધી શકી નથી. જે બાદ રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે ગુરુવારે જણાવ્યું હતું કે ગંભીર ગુનાઓમાં તેમની કથિત સંડોવણીને લઈને રાજ્યની મહાવિકાસ ગઠબંધન સરકારે ભૂતપૂર્વ મુંબઈ પોલીસને શોધવા માટે વ્યાપક રીતે શોધ અભિયાન શરુ કરી દીધું છે. જાેકે જ્યારે વાલસે પાટીલને એમ પુછવામાં આવ્યું કે જેમ કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે તેમ શું પરમબીર સિંહ લંડન કે રશિયા ભાગી ગયા છે? ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની પાસે આવી કોઈ માહિતી નથી. જ્યારે એક સપ્તાહ પહેલા રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામેના આરોપો અને સિંહે મુખ્યમંક્ષત્રીને લખેલા પત્ર અંગેની તપાસ કરી રહેલા ચાંદીવાલ પંચે કમિશન સમક્ષ સિંહને હાજર કરવા માટે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. પરંતુ રાજ્યની સીઆઈડી તેમને શોધી કાઢવામાં નિષ્ફળ રહી હતી. વાલ્સે પાટીલે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે “અમે પરમબીર સિંહને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરું કર્યું છે. અમે આ હેતુ માટે કેન્દ્ર સરકારની મદદ પણ લઈ રહ્યા છીએ. અમારા અધિકારીઓ કેન્દ્ર સાથે સંકલન કરી રહ્યા છે. જાે તે ભારત છોડીને ભાગી ગયા હોય તો અમને તેના ઠેકાણા વિશે નક્કર માહિતી નથી. નિયમો અનુસાર, કોઈપણ કર્મચારી અથવા તો મુખ્યમંત્રીએ દેશ છોડતા પહેલા સરકારની પરવાનગી લેવી ફરજિયાત છે. સિંઘના કિસ્સામાં, એવું જાણવા મળ્યું છે કે તેમણે ક્યારેય વિદેશ પ્રવાસની પરવાનગી માટે અરજી કરી નથી. વધુમાં, ઝ્રૈંડ્ઢ એ તેમની સામે લુકઆઉટ નોટિસ જાહાર કરી છે. વધુમાં, વાલ્સે પાટીલે જણાવ્યું હતું કે નિયમો અનુસાર જ્યારે પણ કોઈ કર્મચારી મેડિકલ રજા લે છે. જેમ કે સિંહે લીધી હતી. તેમણે રજાના સમયગાળા દરમિયાન પોતાના ઠેકાણા વિશે સરકારને જાણ કરવી પડે છે. પરંતુ સિંહે તેમના નિવાસ સ્થાન વિશે સરકારને જાણ કરી ન હતી. તેમણે કહ્યું કે, અમે કાયદાની જાેગવાઈઓ મુજબ કાર્યવાહી કરીશું.