મુંબઈ
નાગપુરના નિવાસી સંજય થુલ નામના વ્યક્તિએ પોલીસ દળમાં કોરોનાવાયરસથી થયેલા કુલ મૃત્યુ અને મૃતકોના પરિવારને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે માહિતીના અધિકાર (ઇ્ૈં) કાયદા હેઠળ વિગતો માંગી હતી. ઇ્ૈં હેઠળ આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર સરકારે રાજ્યના આવા ૨૭૭ પોલીસ અધિકારીઓના પરિવારો માટે ૧૩૮.૫૦ કરોડ રૂપિયા અને મુંબઈ પોલીસના ૧૦૬ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર માટે ૫૩ કરોડ રૂપિયાની આર્થિક સહાય મંજૂર કરી છે.રાજ્યમાં કોરોનાની બીજી લહેરની કળ વળી નથી,ત્યાં ત્રીજી લહેરના એંધાણ વર્તાય રહ્યા છે. મુંબઈની દ્ભઈસ્ અને શેઠ ય્જી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ૨૯ સ્મ્મ્જી વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૨૯ માંથી ૨૩ વિદ્યાર્થીઓ સ્મ્મ્જીના બીજા વર્ષના અને ૬ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના છે. હાલ સંક્રમિત વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને અલગ રાખવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ કેવી રીતે સંક્રમિત થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના થાણેમાં પણ કોરોના વાયરસના ૩૧૫ નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં ચેપના કેસ વધીને ૫,૫૯,૧૧૦ થઈ ગયા છે. રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણે આરોગ્ય તંત્રની ચિંતા વધારી છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાયરસના ૩૧૫ નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં ચેપના કેસ વધીને ૫,૫૯,૧૧૦ થઈ ગયા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, એક દિવસમાં વધુ ત્રણ દર્દીઓના મોત થતા જિલ્લામાં મૃત્યુઆંક વધીને ૧૧,૪૦૬ પર પહોંચ્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પોલીસ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના પરિવારો માટે ૧૩૮ કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય મંજૂર કરી છે, જેમણે કોરોના ડ્યુટી દરમિયાન જીવ ગુમાવ્યો છે,તેવા કર્મચારીઓના પરિવારને આ સહાય આપવામાં આવશે.એક વ્યક્તિએ કરેલી ઇ્ૈં અંતર્ગત આ માહિતી મળી છે.