મુંબઈ
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૬૧ કેસ નોંધાયા છે. જેમાં દિલ્હીમાં ૪ નવા કેસ ,જ્યારે મહારાષ્ટ્રમાં કુલ આંકડો ૨૮ સુધી પહોંચ્યો છે. ઉપરાંત રાજસ્થાનમાં ૧૭, દિલ્હીમાં ૬, ગુજરાતમાં ૪, કર્ણાટકમાં ૩ ઉપરાંત કેરળ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં ૧-૧ કેસ નોંધાયા છે. આ રીતે દેશના ૮ રાજ્યોમાં ઓમિક્રોનની દહેશત જાેવા મળી રહી છે.મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ૨૮ કેસ નોંધાયા છે. જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં, ઓમિક્રોનના જાેખમને દૂર કરવા માટે પરીક્ષણ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ તંત્ર દ્વારા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોનાના રેપિડ ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ રેટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના ૮ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી ૭ કેસ મુંબઈમાં અને એક વસઈ વિરારમાંથી સામે આવ્યા છે. આ નવા કેસ સાથે રાજ્યમાં કુલ આંકડો ૨૮ સુધી પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં કોરોનાની તપાસ ઝડપી કરવામાં આવી રહી છે. આ કારણે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોનાના ઝડપી ઇ્-ઁઝ્રઇ ટેસ્ટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે લોકો માત્ર ૧૭૯૫ રૂપિયામાં મુંબઈ એરપોર્ટ પર તપાસ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટેસ્ટ માટે ૪૫૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. રાજ્યમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના ૮ નવા કેસ નોંધાયા હતા. જેમાંથી ૭ કેસ મુંબઈમાં અને એક વસઈ વિરારમાં મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ કે, પ્રાથમિક માહિતી મુજબ આમાંથી કોઈ પણ વ્યક્તિએ તાજેતરમાં વિદેશ પ્રવાસ કર્યો નથી. તમને જણાવી દઈએ કે, મંગળવારે રાજ્યમાં કોરોનાના કુલ ૬૮૪ કેસની પુષ્ટિ થઈ હતી અને ચેપને કારણે ૨૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૬૬,૪૫,૧૩૬ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમાંથી ૬૪,૯૩,૬૮૮ લોકો રિકવર થયા છે. જ્યારે ૧,૪૧,૨૮૮ દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
