Maharashtra

મુંબઈ-પુણેની તમામ પ્રાથમિક શાળા ૧૫મી ડિસેમ્બરથી શરૂ થશે

મુંબઈ
કોરોનાના નવા વાઇરસના પગલે કેટલાક દેશોમાં પ્રકોપ દેખાયો છે. આથી દેશભરમાં સાવચેતીના પગલા લેવાય છે. મુંબઈની ગીચ વસતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ, મહારાષ્ટ્ર સરકાર અને પાલિકાએ આવશ્યક પગલા તેમ જ કાળજી હાથ ધરી છે. નિષ્ણાતોના કહેવા મુજબ વિશ્વભરમાં નવા વાઇરસની અસર કેવી છે. આગામી દિવસોમાં ખબર પડે છે. આને ધ્યાનમાં રાખીને મુંબઈની પ્રાથમિક શાળા ૧ ડિસેમ્બરના અવેજી ૧૫ ડિસેમ્બરથી શરૃ થશે.મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે ૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજથી પ્રાથમિક શાળા શરૃ કરવાનો ર્નિણય રાજ્ય સરકારે જાહેર કર્યો છે, પણ હવે દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા પ્રકારના ઓમીક્રોન વોરિયન્ટ મળી આવતાં વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. આથી દેશભરમાં સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને મુંબઈ અને પુણેમં પહેલાથી સાતમાં ધોરણ સુધીની શાળા ૧૫ ડિસેમ્બરથી શરૃ થશે. જ્યારે નાશિકમાં શાળા શરૃ કરવાનો ર્નિણય ૧૦ ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. પાલિકાના શિક્ષણ અધિકારીઓએ પહેલાથી સાતમાં ધોરણ સુધીની સ્કૂલ શરૃ કરવાનો પ્રસ્તાવને પાલિકાના કમિશનરને મોકલ્યો હતો. જ્યારે પુણે શહેરમાં પહેલીથી શાળા આવતી કાલ ૧ ડિસેમ્બરથી શરૃ કરવાનો ર્નિણય સરકારે લીધો હતો, પરંતુ સ્થાનિક પ્રશાસને વિરોધ દર્શાવ્યો હતો. આથી પુણે શહેરની શાળા ૧૫ ડિસેમ્બર સુધી બંધ રહેશે, એવો ર્નિણય લીધો છે. ત્યાર બાદ આ પ્રસ્તાવ પર ચર્ચા કરી અને મુંબઈની હદમાં આવેલી તમામ શાળાઓ આવતીકાલના અવેજી ૧૫ ડિસેમ્બર ૨૦૨૧થી શરૃ કરવાનો ર્નિણય લીધો હતો. શાળા શરૃ થાય ત્યાં સુધી ઓનલાઇન વર્ગ શરૃ રહેશે એવું પાલિકાએ સ્પષ્ટ કર્યું છે. નાશિક પાલિકા હદની શાળા શરૃ કરવાનો ર્નિણય ૧૦ ડિસેમ્બર સુધી આગળ લંબાવવામાં આવ્યો છે. નાશિક પાલિકા આ સંદર્ભનો ૧૦ ડિસેમ્બરના રોજ ર્નિણય લેશે. શાળા શરૃ કરવા બાબતે આદેશ સરકારે આપ્યા બાદ શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચના સુદ્ધા પ્રસિદ્ધ કરી હતી. સુચનાનું પાલન કરવાની અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *