મુંબઈ
હ્યુમિનિટી, કોમર્સ અને મેનેજમેન્ટ તેમજ ઈન્ટરડિસિપ્લિનરી કોર્સની પરીક્ષા ૧૭ ડિસેમ્બરના રોજ તો વિજ્ઞાાન અને તંત્રજ્ઞાાન શાખાની પરીક્ષા ૧૮ ડિસેમ્બરના રોજ થશે. વિદ્યાર્થીઓની સુવિધા માટે નવમીથી ૧૫ ડિસેમ્બર દરમ્યાન ઓનલાઈન મૉક ટેસ્ટ (પ્રેક્ટિસ પરીક્ષા) નું આયોજન કરવામાં આવ્યું છે. પેટ પરીક્ષા માટે ઓનલાઈન પદ્ધતિએ અરજીઓ મગાવવામાં આવી હતી. તેમાં કુલ ૪,૪૯૯ જેટલાં વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. તેમાં ૨,૬૫૪ વિદ્યાર્થિની અને ૧,૮૪૫ જેટલાં વિદ્યાર્થીનો સમાવેશ છે. કુલ ૭૯ વિષય માટે લેવામાં આવનારી આ પરીક્ષામાં રસાયણશાસ્ત્ર માટે સર્વાધિક ૪૬૯ અને ત્યારબાદ અંગ્રેજી વિષયના ૨૨૫ રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયાંની માહિતી યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારીઓએ આપી છે.મુંબઈ યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ પરીક્ષા (પેટ)નું ટાઈમટેબલ જાહેર થઈ ચૂક્યું છે. શુક્રવાર અને શનિવાર અર્થાત્ તા.૧૭ અને ૧૮ ડિસેમ્બરના રોજ આ પરીક્ષા સ્ટ્રીમ અને વિષયવાર ઓનલાઈન પદ્ધતિએ લેવાશે.
