મુંબઈ
મેક્સવેલે ટુર્નામેન્ટમાં સારૂ એવું પર્ફોમ કર્યું છે. પોતાની અગાઉની ટીમ પંજાબ કિંગ્સ સામે ૩૩ બોલમાં ૫૭ રન કર્યા હતા. જેમાં ચાર સિક્સ અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં એનો પાંચમો અને ેંછઈમાં એની ત્રીજા હાફ સેન્ચુરી છે. અત્યાર સુધીમાં તેણે ૪૦૭ રન કર્યા છે. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ચેન્નઈ સુપરકિંગ્સ બીજા ક્રમે રહી છે. જ્યારે ઇઝ્રમ્ ત્રીજા ક્રમે છે. હાલમાં ચોથા ક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ છે. ચેન્નઈ સામે દિલ્હી કેપિટલ્સનો શાનદાર વિજય થતા દિલ્હીની ટીમ વધારે મજબુત બની ગઈ છે.ગ્લેન મેક્સવેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧માં પોતાની બેસ્ટ ઈનિંગને એન્જાેય કરી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સામિલ થયા બાદ તેમણે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું છે. ગત વર્ષે તે એક પણ સિક્સર ફટકારવામાં સફળ પુરવાર થયો ન હતો. પણ આ વખતેની ટુર્નામેન્ટમાં તેણે બેસ્ટ પર્ફોમ કર્યું છે. સૌથી સફળ ખેલાડીઓમાં એની ગણના કરવામાં આવે છે. ઇઝ્રમ્ના બેસ્ટ બેટ્સમેનની યાદીમાં એનું નામ લેવામાં આવે છે. ગત વર્ષે તે પંજાબ કિંગ્સમાંથી આ ટુર્નામેન્ટ રમ્યો હતો. એ સમય એનો સૌથી ખરાબ સમય રહ્યો હતો. તેમણે ૧૩ મેચમાં કોઈ પ્રકારની હાફ સેન્ચુરી પણ મારી ન હતી. તેમ છતાં ૧૦૮ રન કર્યા હતા. એનું પરિણામ એ આવ્યું હતું કે ટીમે હરાજી પહેલા એને રીલિઝ કરી દેવાનો ર્નિણય કર્યો હતો. આ વર્ષે ઇઝ્રમ્એ મેક્સવેલને પોતાની ટીમમાં લીધો હતો. જેની સામે મેક્સવેલે શાનદાર ઈનિંગ રમી છે. આ ઉપરાંત ઘણી મેચમાં ટીમને પણ જીતાડી દીધી છે. ઓલરાઉન્ડરે એ વાત સ્વીકારી હતી કે, તે ઇઝ્રમ્ સાથે રમવાનો આનંદ માણી રહ્યો છે. આ માહોલ વચ્ચે ભારતના પૂર્વ કેપ્ટન અને સિનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કરે મેક્સવેલના નિવેદનનું અર્થઘટન કરવા પ્રયત્નો કર્યા છે. ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા ગાવસ્કરે પ્રશ્ન કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન આ પહેલાની સીઝનમાં પંજાબ કિંગ્સ સાથે ખુશ ન હતો. મેક્સવેલે કહ્યું હતું કે, તે અંહી ખુશ છે. આનો અર્થ શું થયો? શું તે પંજાબની ટીમ સાથે ખુશ કે સહજ ન હતો? એટલે બની શકે છે કે, મેક્સવેલ વાસ્તવમાં ત્યાં બિગ શૉ ન હોઈ શકે. જ્યાં સુધી ઇઝ્રમ્નો સંબંધ છે અહીં વિરાટ કોહલી છે જે સૌથી મોટો શૉ છે. બીજા ક્રમે એ બી ડિવિલિયર્સનો ક્રમ આવે છે.