મુંબઈ
રાજ્ય સરકારે સાર્વજનિક પરિવહન વ્યવસ્થામાંથી એટલે કે પરા રેલવે, રાજ્ય પરિવહન મહામંડળ, બેસ્ટ, મોનો, મેટ્રો વગેરેમાં પ્રવાસ કરવા માટે રસીકરણ પ્રમાણપત્ર અનિવાર્ય કર્યું છે. આ નિયમનું ઉલ્લંધન થવાથી પ્રવાસીની સાથે પ્રવેશ આપનાર સંબંધિત કર્મચારી વિરુધ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેના માટે પાંચસો રૃપિયાથી માંડીને ૫૦ હજાર રૃપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. સરકારના આ આદેશનો અમલ હવે મેટ્રો- ૧ના બધા જ સ્ટેશનો પર શરૃ થયો છે. તે અનુસાર વર્સોવા- અંધેરી- ઘાટકોપર આ મેટ્રો માર્ગ પર રસીકરણ પ્રમાણપત્ર હશે તેવા પ્રવાસીઓને જ ટિકિટ આપવામાં આવશે અને પ્રમાણપત્ર નહીં હોય તેને ટિકિટ નહીં અપાય.કોરોના રસીના બન્ને ડોઝ લીધેલા નાગરિકોને લોકલમાં પ્રવાસની છૂટ છે. તેવો જ નિયમ હવે મેટ્રો ટ્રેન માટે પણ લાગુ કરાયો છે. સંપૂર્ણ રસીકરણ થયેલા નાગરિકો જ મેટ્રોમાં પ્રવાસ કરી શકશે. રાજ્ય સરકારે લીધેલા આ ર્નિણયનો અમલ મેટ્રો- ૧માં શરૃ કરાયો છે. ઉલ્લેખનીય છે ઓમિક્રોન વાપરસના ખતરાને લીધે ફરી આ નિયમને કડક કરવામાં આવ્યો છે.


