Maharashtra

મૌની રોય દેખાતા ભીડે ઘેરી લેતા અભિનેત્રી ડરી ગઈ

મુંબઈ
બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ મૌની રોય બોયફ્રેન્જ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવાની છે. મૌની આવતા વર્ષે ૨૭ જાન્યુઆરીએ ડેસ્ટિનેશન લગ્ન કરવાની છે. સૂરજ દુબઈમાં બેંકર તથા બિઝનેસમેન છે. તે બેંગલુરુના જૈન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સૂરજ તથા મૌની લાંબા સમયથી એકબીજાના રિલેશનશિપમાં છે. મૌનીના સંબંધો આ પહેલાં ગૌરવ ચોપરા સાથે હતા. ગૌરવથી અલગ થયા બાદ મૌનીના સંબંધો મોહિત રૈના સાથે હતા. જાેકે આ સંબંધોને ૨૦૧૮માં અંત આવ્યો હતો.અનેક વાર જાેવા મળ્યું છે કે જયારે પણ બોલિવુડ કે ટીવી સેલેબ્સ ક્યાંક જાેવા મળે છે ત્યારે ફોટોગ્રાફર્સ અને ચાહકો તેમણે ઘેરી વળે છે. ત્યારે હાલમાં જ ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય બહાર જાેવા મળી હતી. અહીંયા ભીડે એક્ટ્રેસને ઘેરી લીધી હતી.જાે કે ત્યારે જ એક વ્યક્તિ મૌની રોયની ઘણી જ નજીક આવી જાય છે..ત્યારે તે ખુબ જ ડરી જાય છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ હતી મૌની રોય કારમાંથી જેવી બહાર નીકળે છે તરત જ ભીડ ભેગી થઇ જાય છે અને તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે જાે કે એવા જ એક વ્યક્તિ મૌની રોયની ખુબ જ નજીક આવી જાય છે. આ દરમિયાન તે વ્યક્તિનો હાથ પણ મૌનીના હાથને સ્પર્શી જાય છે. તે ત્યારબાદ મૌની રોય ગભરાઈ જાય છે તે સ્પષ્ટ વીડિયોમાં જાેઈ શકાય છે.. આસપાસના લોકો ધક્કા-મુક્કી કરીને મૌની સાથે ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત જાેવા મળ્યા હતા. એવામાં મૌની રોય ઘણી જ અનકમ્ફર્ટેબલ ફિલ કરતી હોય તેમ જાેવા મળી રહી છે. આ દરમિયાન મૌનીનો બૉડીગાર્ડ આવી જાય છે અને તેને ભીડમાંથી કાઢીને સ્ટૂડિયોની અંદર લઈ જાય છે. અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મથી મૌની રોયે બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. મૌની રોય હવે ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે.

Mouny-Roy-File.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *