Maharashtra

યૂઝર્સ કોજાેલને કહ્યું બાઇકનું કવર પહેરીને કેમ આવી ?

મુંબઈ
અભિનેત્રી કાજાેલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફિલ્મફેર માટે તૈયાર થયેલી જાેવા મળી રહી છે. તેણે બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસનો કોલર લોકોને થોડો વિચિત્ર લાગતો હતો, તો ટ્રોલર્સ તેની મજાક ઉડાવવા લાગ્યા. જાે કે, અભિનેત્રીએ તેના આઉટફિટને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કેરી કર્યું હતું અને તે ખૂબ સુંદર પણ લાગી રહી હતી.બોલિવૂડ એક્ટ્રેસ કાજાેલ તેના દમદાર અંદાજ માટે જાણીતી છે. તે લોકોની સામે પોતાનો અભિપ્રાય જણાવવામાં જરાય શરમાતી નથી, પરંતુ ફેશનના મામલે તેનો હાથ થોડો તંગ છે. તાજેતરમાં, અભિનેત્રી ફિલ્મફેર માટે જ્યારે તૈયાર થઇને લોકો સામે આવી તો તેની ડ્રેસિંગ સેન્સ જાેઈને ટ્રોલર્સને મજા આવી ગઇ અને તેમને મીમ્સ બનાવવા માટેનું મટીરિયલ મળી ગયુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *