Maharashtra

રંગભેદના કેસમાં ગ્રીમ સ્મિથ અને માર્ક બાઉચરની નોકરીનું જાેખમ

મુંબઈ
સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરના જાતિવાદના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ગ્રીમ સ્મિથે આ આરોપો સામે વાંધો ઉઠાવ્યો છે અને કાયદાકીય રણનીતિનો આશરો લેવાની વાત કરી છે. ડિવિલિયર્સ અને સ્મિથ ઉપરાંત માર્ક બાઉચર પણ રંગના આધારે ભેદભાવના દોષિત છે. ગ્રીમ સ્મિથ અને માર્ક બાઉચર બંનેની નિમણૂક ખોટી છે. રિપોર્ટમાં માર્ક બાઉચર, ગ્રીમ સ્મિથ અને અન્ય લોકો પર દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ લેગ-સ્પિનર પોલ એડમ્સ પર રંગભેદની ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલ એડમ્સે કહ્યું કે, જ્યારે તે ક્રિકેટ રમતો હતો ત્યારે તેને ભુરા કહેવામાં આવતો હતો. એડમ્સે કહ્યું કે તેને ઓફ સ્પિનર પેટ સિમકોક્સના કારણે ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. એબી, સ્મિથ અને બાઉચર પર દક્ષિણ આફ્રિકાની ટીમના અશ્વેત ખેલાડીઓ સાથે ભેદભાવનો આરોપ છે. ૨૫૨ પાનાના રિપોર્ટ અનુસાર, તેમના રંગના આધારે તેમને પસંદ ન કરવાનો આરોપ છે. ૈંઝ્રઝ્રના ભૂતપૂર્વ કાનૂની વડા અને સ્મિથના અંગત વકીલ ડેવિડ બેકરે શુક્રવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ઘણી એવી બાબતો છે જે શંકાસ્પદ છે. તેઓ પાયાવિહોણા છે. આનાથી સામાજિક ન્યાય અને રાષ્ટ્ર નિર્માણ વિભાગની પ્રામાણિકતા પર સવાલો ઉભા થાય છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૨૬ ડિસેમ્બરથી ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. પરંતુ, તે પહેલા ક્રિકેટ સાઉથ આફ્રિકામાં મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. સામાજિક ન્યાય અને રાષ્ટ્ર નિર્માણ વિભાગે બોર્ડ પર રંગના આધારે ખેલાડીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. આ માટે ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડાયરેક્ટર ગ્રીમ સ્મિથ, કોચ માર્ક બાઉચર અને પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને દોષી ઠેરવવામાં આવ્યા છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની બેઠકનો મુખ્ય એજન્ડા સામાજિક ન્યાય અને રાષ્ટ્ર નિર્માણ વિભાગ પર સુનાવણી હશે. આ સિવાય સીએસએ ડાયરેક્ટર ગ્રીમ સ્મિથ અને કોચ માર્ક બાઉચરની પસંદગી પણ રડાર પર હશે. ઉચર અને સ્મિથ બંનેને ભારત સામેની ટેસ્ટ શ્રેણી હેલા સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *