Maharashtra

રણબીરકપૂર આગામી ફિલ્મમાં ડબલ રોલમાં જાેવા મળશે

મુંબઈ
રણબીરના પિતાના પાત્રનું નામ શમશેરા છે. જેમાં તે લાંબા વાળમાં જાેવા મળશે.આ માટે અભિનેતાએ વિગનો સહારો લીધો છે. જ્યારે પુત્રના પાત્ર બલ્લીના રોલ માટે તેના નાના વાળ રાખવામાં આવ્યા છે. તે આદિવાસી સમૂદાયમાંથી આવતા હોય છે. ફિલ્મમાં અંગ્રેજાેના માતમને ડામનારા ઇન્ડિયન પોલીસઅધિકારીઓના જુલ્મ અને સિતમો જાેવા મળશે. સૂત્રના અનુસાર, રણબીર આ ફિલ્મમાં હાર્ડકોર એકશન કરતોજાેવા મળવાનો છે. તેનો સ્કિન ટોન પણ ટેન કરવામાં આવ્યો છે. તે સ્ક્રીન પર થોડો શ્યામ રંગનો જાેવા મળશે.રણબીરની આ ફિલ્મમાં ચોકલેટી ઈમેજ દૂર કરવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. રણબીર કપૂરઆગામી ફિલ્મમાં ડબલ રોલમાં જાેવા મળવાનો છે. ફિલ્મ શમશેરામાં અભિનેતા પિતા અને પુત્રના પાત્રમાં જાેવા મળશે. ફિલ્મ સાથે જાેડાયેલા સૂત્રે જણાવ્યું હતુ ંકે, રણબીર ફિલ્મ સમશેરામાં બેવડી ભૂમિકામાં જાેવા મળવાનો છે. તે પિતા અને પુત્ર બન્નેની ભૂમિકામાં ભજવશે. બન્ને રોલમાં વય અને લુકમાં તફાવત દર્શવવા માટે મેકઅપનો સહારો લેવામાં આવશે.

Ranveer-kapoor-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *