મુંબઈ
અનેક ફ્લ્મિી સિતારાઓ સાસણમાં ગીરના સિંહોને જાેવા અને વન પ્રકૃતિનો આનંદ માણવા આવી ચુક્યા છે. ત્યારે પ્રખ્યાત ફ્લ્મિ એક્ટર રણવીરસિંહએ પણ ગીરમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી તે સમયે ગિરનારની મહિલા ફેરેસ્ટરે તેને ગીર આવવા આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં ટીવી પર બીગ પિક્ચર નામે એક શો શરૂ થયો છે, જેમાં દિવાળી સ્પેશીયલ વિકમાં તા.૩૦-૩૧ ઓક્ટોમ્બર દરમિયાનના એપિસોડમાં ગુજરાતની જંગલ ગર્લ પીન્ટુબેન ગુજરાતી છવાઈ જશે, આ શો માં પીન્ટુબેન પ્રથમ એવા ગુજરાતી હશે જેઓની પસંદગી થયેલ છે. પીન્ટુબેન જૂનાગઢમાં ૨૦૧૩ ની સાલથી ગિરનાર રેંજમાં ખોડીયાર રાઉન્ડમાં ફેરેસ્ટર તરીકે ફ્રજ બજાવે છે


