મુંબઈ
રણવીર સિંહે સો.મીડિયામાં ફિલ્મનું ટીઝર શૅર કર્યું છે. ૫૯ સેકન્ડના આ ટીઝરમાં ૧૯૮૩માં જ્યારે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી ત્યારે કેવો માહોલ હતો તેની આછેરી ઝલક બતાવી છે. ફિલ્મનું ટ્રેલર ૩૦ નવેમ્બરે આવશે આ ફિલ્મ હિંદી, તમિળ, કન્નડ, તેલુગુ તથા મલયાલમમાં રિલીઝ થશે. ફિલ્મમાં રણવીરે કપિલ દેવનો તથા દીપિકા પાદુઓણે રૂમી ભાટિયાનો રોલ પ્લે કર્યો છે. રણવીર સિંહની આગામી ફિલ્મ ‘૮૩’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા મહિને ૨૪ ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મની વાર્તા ૧૯૮૩માં ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો હતો તેના પર આધારિત છે. મહાન ક્રિકેટર તથા કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ ૧૯૮૩માં પહેલી જ વાર ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.


