Maharashtra

રવિના ટંડનના જન્મદિવસે ચાહકોએ તેને યાદ કરી

મુંબઈ
રવિના ટંડનની શરૂઆતની કેટલીક ફિલ્મો ભલે ફ્લોપ રહી, પરંતુ બાદમાં તેની એક્ટિંગ અને ગ્લેમરસ સ્ટાઇલના કારણે તે ૯૦ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાંથી એક બની ગઈ હતી. કલ્પના લાજીમીની ઓફ-બીટ ફિલ્મ ‘દમન’ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ એવોર્ડ મળ્યો છે. રવિનાએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે સાઉથના સ્ટાર નાગાર્જુન સાથે ફિલ્મ ‘અગ્નિસાક્ષી’ કરી હતી. આ સિવાય રવિનાએ બીજી તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.૯૦ના દાયકાની જાણીતી અભિનેત્રી, મોડલ અને પ્રોડ્યુસર રવિના ટંડન આજે તેનો ૪૭મો જન્મદિવસ ઉજવી રહી છે. રવિનાએ પોતાની ફિલ્મી કરિયર દરમિયાન ઘણી હિટ ફિલ્મો કરી હતી. ‘ટિપ-ટિપ બસરા પાની’, ‘તુ ચીઝ બડી હૈ મસ્ત-મસ્ત’, ‘કિસી ડિસ્કો મેં જાયે’ જેવા તેમની ફિલ્મોના ઘણા પ્રખ્યાત ગીતો આજે પણ લોકોને ડાન્સ કરવા મજબૂર કરે છે. રવિનાનો જન્મ ૨૬ ઓક્ટોબર ૧૯૭૪ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે મુંબઈના જુહુમાં જમનાબાઈ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ પછી તેણે મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતક કર્યું. રવિના ટંડન ફિલ્મોમાં આવતા પહેલા મોડલિંગ કરતી હતી. અભ્યાસ દરમિયાન તેને મોડલિંગની ઓફર મળવા લાગી, ત્યારબાદ તેણે બીજા વર્ષમાં જ અભ્યાસ છોડી દીધો. રવિના ટંડને તેની ફિલ્મી કરિયરની શરૂઆત સુપરસ્ટાર સલમાન ખાન સાથે કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ હતી. વર્ષ ૧૯૯૧માં રીલિઝ થયેલી આ ફિલ્મ બહુ કમાલ કરી શકી ન હતી પરંતુ લોકોને તેના ગીતો ચોક્કસ પસંદ આવ્યા હતા. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર ન્યૂ ફેસ ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો હતો. રવિના ટંડને તેની કારકિર્દીમાં એકથી વધુ હિટ ફિલ્મો આપી. તેમાંથી ‘મોહરા’, ‘દિલવાલે’, ‘લાડલા’ મોટી હિટ સાબિત થઈ. આ સિવાય રવિના ‘અંદાજ અપના અપના’માં પણ હતી. તેને ‘કુછ કુછ હોતા હૈ’માં રાની મુખર્જીની અને ‘દિલ તો પાગલ હૈ’માં કરિશ્મા કપૂરની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ફિલ્મો કરવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મો ઉપરાંત રવિના અંગત જીવનને કારણે પણ તે સમયગાળા દરમિયાન ઘણી ચર્ચામાં હતી. એ દિવસોમાં રવિના ટંડન અને અક્ષય કુમારના અફેરની ઘણી વાતો સામે આવી હતી. રવિના ટંડને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે ગુપ્ત રીતે મંદિરમાં સગાઈ કરી હતી. પરંતુ, અક્ષયના ‘દિલફેંક’ મૂડને કારણે આ સંબંધ આગળ વધી શક્યો નહીં. અક્ષયથી અલગ થયા બાદ રવિનાએ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાનીને ડેટ કરવાનું શરૂ કર્યું. વર્ષ ૨૦૦૪માં રવિનાએ અનિલ થડાની સાથે ઉદયપુરમાં લગ્ન કર્યા. લગ્ન પહેલા રવિનાએ બે દીકરીઓ (છાયા અને પૂજા)ને દત્તક લીધી હતી. આ સિવાય લગ્ન બાદ તેમને એક પુત્રી રાશા અને પુત્ર રણબીરને જન્મ આપ્યો.

Raveena-tandon-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *