મુંબઈ
નાર્કોટિક્સ ક્ન્ટ્રોલ બ્યૂરો (ગ્દઝ્રમ્) દ્વારા આર્યન સહિત તમામ ૬ પુરુષ આરોપીઓને આર્થર રોડ જેલમાં લઈ જવાયા હતા. જ્યારે બે મહિલા આરોપીઓને ભાયખલા જેલમાં મોકલવામાં આવી હતી. આર્યન તેમજ અન્ય આરોપીઓને જેલમાં ૭ દિવસ ક્વોરન્ટાઇન કરાશે. તેમનાં ઇ્- ઁઝ્રઇ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે આમ છતાં નવી ગાઇડલાઇન્સ મુજબ તેમને ૭ દિવસ ક્વોરન્ટાઇન કરાશે. કોર્ટે ગુરુવારે તમામ આરોપીઓને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપ્યા હતા. જાે કે, સુનાવણી મોડે સુધી ચાલતા ગુરુવારે રાત્રે તેમને ગ્દઝ્રમ્નાં લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. અરબાઝ મર્ચન્ટનાં વકીલ સેશન્સ કોર્ટમાં આજે જામીન અરજી કરશે મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન ફગાવ્યા પછી અરબાઝ મર્ચન્ટનાં વકીલ દ્વારા શનિવારે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરાશે. આ કેસમાં એક નાઇજીરિયન ચિનેડુ ઈગ્વેની પણ ધરપકડ કરવામાં આવી છે. મેજિસ્ટ્રેટ કોર્ટે તેને ૧૧ ઓક્ટોબર સુધી ગ્દઝ્રમ્ની કસ્ટડીમાં સોંપ્યો હતો. તેની પાસેથી ૧૫ ગ્રામ એક્સટેસી પિલ્સ મળી આવી હતી. આર્યનનાં વકીલ સતીષ માનશિંદે કહ્યું હતું કે જામીન અરજી પર જાે આ કોર્ટમાં સુનાવણી ન થઈ શકતી હોય તો કોર્ટે તેને ઉપલી કોર્ટમાં મોકલવાની જરૂર હતી પણ અહીં શા માટે તેમ ન કરાયું? ડ્રગ્સ ઓછા પ્રમાણમાં મળ્યું હોય તો હાઈકોર્ટ પણ જામીન આપે છે ત્યારે મારા અસીલ પાસેથી તો જરા પણ ડ્રગ્સ મળ્યું નથી તો આ કેસમાં કેન્દ્ર સરકાર શા માટે આટલી ઉતાવળ કરે છે?હાઈ પ્રોફાઇલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનનાં પુત્ર આર્યન ખાન તેમજ અન્ય આરોપીઓની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી. આમ આર્યન ખાન તેમજ અન્ય આરોપીઓને હવે ૧૪ દિવસ જેલમાં જ રહેવું પડશે. મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું હતું કે, જામીન અરજી પર સુનાવણી કરવાનો તેને કોઈ અધિકાર નથી. આથી જામીન મેળવવા આર્યન ખાને સેશન્સ કોર્ટમાં અપીલ કરવી પડશે. કોર્ટે આ કેસમાં ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી કરવાના આરોપમાં આર્યન ખાન સાથે પકડાયેલા અરબાઝ મર્ચન્ટ તેમજ મુનમુન ધામેચાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.
