Maharashtra

રોહિતે ઈનિંગ દરમિયાન સિક્સર અને ચોગ્ગાની તોફાની બેટિંગ કરી

મુંબઈ
ભારતીય ક્રિકેટ ટીમમાંથી લિમિટેડ ઓવરમાં-નાના ફોર્મેટમાં સૌથી વધારે સિક્સર લગાવનાર ખેલાડી તરીકે વિરાટ કહોલી ત્રીજા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં કુલ ૩૨૦ સિક્સર ફટકારી છે. ઈશાન કિશનના ૨૫ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ સિક્સ સાથેના અણનમ ૫૦ રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટથી મોટો પરાજય આપ્યો છે. જેના કારણે પ્લેઓફમાં જવાની આશા ફરી જીવંત બની છે. જાે પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સ હાલ પાંચમા ક્રમે રહી છે. પહેલા ક્રમે દિલ્હી પછી ચેન્નઈ, બેંગ્લોર, કોલકાતા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો ક્રમ આવે છે. જ્યારે રાજસ્થાન પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હોવાનું મનાય છે.મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ૈંઁન્ ૨૦૨૧માં એક મોટો ઈતિહાસ બનાવી નાંખ્યો છે. ૈંઁન્૨૦૨૧ ટુર્નામેન્ટની ૫૧મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમ સામે તોફાની બેટિંગ કરી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સ ટીમના બોલર હાંફી ગયા હતા. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ૧૩ બોલમાં ૨૨ રન કર્યા છે. તેમણે પોતાની ઈનિંગ દરમિયાન સિક્સર અને ચોગ્ગાની તોફાની બેટિંગ કરી છે.
સ્ટ્રાઈક રેટ ૧૬૯.૨૩ રહ્યો છે. પોતાની ઈનિંગ્સ દરમિયાન બે જબરદસ્ત સિક્સરની મદદથી તેમણે એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે. આ પહેલા કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. ્‌૨૦ ક્રિકેટ ફોર્મેટમાં કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધિ સુધી પહોંચી શક્યો નથી. હિટમેને ્‌૨૦ ક્રિકેટમાં ૪૦૦ સિક્સ મારી દીધી છે. ૪૦૦ સિક્સ આ ફોર્મેટમાં ફટકારનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. રોહિત શર્માએ ્‌૨૦ ક્રિકેટમાં ૪૦૦ સિક્સ ફટકારી છે. આમ તેમણે એક મોટો ઈતિહાસ બનાવી દીધો છે. રોહિત શર્માના ્‌૨૦ કેરિયરમાં આ એક મોટી સિદ્ધિ છે.્‌૨૦ ક્રિકેટમાં ૪૦૦ સિક્સનો આંકડો સ્પર્શ કરનાર તે દુનિયાનો સાતમનો ખેલાડી છે. ્‌૨૦ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના કેસમાં પહેલા ક્રમે ક્રિસ ગેલ છે. જેણે અત્યાર સુધીમાં કુલ ૧૦૪૨ સિક્સ ફટકારી દીધી છે. ત્યાર પછી કિરોન પોલાર્ડ આ યાદીમાં બીજા ક્રમે રહ્યો છે. જેણે ૭૫૮ સિક્સ ફટકારી છે. જ્યારે કિરોન પોલાર્ડ તથા આંદ્રે રસેલ ૫૧૦ સિક્સ સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમમાંથી ્‌૨૦ ફોર્મેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર ખેલાડી રહ્યો છે. આ ક્રમમાં બીજા સ્થાને ભારતીય ખેલાડી સુરેશ રૈના રહ્યો છે. જેણે અત્યાર સુધીમાં કુલ ૩૨૫ સિક્સર ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *