Maharashtra

લગ્ન બાદ કેટરિના અને વિક્કી કૌશલ ક્રિસમસ સેલિબ્રેટ કરશે

મુંબઈ
લગ્ન બાદ વિકી કૌશલ તાજેતરમાં જ કામ પર પરત ફર્યો છે. ત્યારે હાલ પત્ની કેટરિના કૈફ સાથે ક્રિસમસની ઉજવણી કરવા માટે તે મુંબઈ પહોંચ્યો છે. અભિનેતા વિકી કૌશલ શુક્રવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, દર વર્ષે કેટરીના તેના પરિવાર અને નજીકના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરતી જાેવા મળે છે, પરંતુ આ વર્ષે તે તેના પતિ વિકી કૌશલ સાથે ક્રિસમસ સેલિબ્રેશન કરશે. લગ્ન પછી બંને તાજેતરમાં નવા ઘરમાં શિફ્ટ થયા છે. મળતા અહેવાલ મુજબ આ નવા ઘરમાં જ ક્રિસમસ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ છે.

Vicky-Kaushal-and-Katrina-Kaif.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *