Maharashtra

લોકોને રસી પ્રત્યે જાગૃત કરવા મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં કોલ સેન્ટર શરૂ

મુંબઈ
ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તે સ્થિતિમાં વધારાના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસે લાભાર્થીઓને બાકીનો બીજાે ડોઝ લેવાનું સમજાવવા માટે કોલ સેન્ટર શરૃ કરવાનો આદેશ તમામ જિલ્લાવહિવટી તંત્રોને આપ્યો છે.ર બીજાે ડોઝ લીધો ન હોય તેવા લાભાર્થીઓનો ફોન દ્વારા સંપર્ક કરવાની કામગીરીનાં કેટલાક જિલ્લામાં સારાં પરિણામ જણાયા છે. પ્રત્યેક જિલ્લામાં કોવિન પોર્ટલ દ્વારા લાભાર્થીઓની મોબાઇલ ફોન નંબર સહિતની માહિતી ઉપલબ્ધ છે. કોલ સેન્ટરો તથા અન્ય વ્યવસ્થા દ્વારા લાભાર્થીઓનો તેમના ફોન પર સંપર્ક કરી બીજાે ડોઝ લેવા જણાવી શકાય એમ તેમણે ઉમેર્યું હતું.કોવિડ વેક્સિનનો બીજાે ડોઝ લેવાનું વિલંબમાં મૂક્યું હોય કે ચૂકી ગયા હોય તેવા ૯૮ લાખ લાભાર્થીઓને પૂર્ણપણે (બંને ડોઝનું) રસીકરણ કરાવી લેવા પ્રેરિત કરવા માટે મહારાષ્ટ્ર સરકારે ‘દસ્તક ઓન ફોન’ કાર્યક્રમ હેઠળ તમામ જિલ્લામાં કોલ સેન્ટરો શરૃ કરવાનો આદેશ આપ્યો છે. આમ તો રાજ્યમાં પાંચમી ડિસેમ્બર સુધીમાં ૧૧.૮૪ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જે દેશમાં ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમના સૌથી વધુ ડોઝ છે. પરંતુ વેક્સિન લેવાને યોગ્ય કુલ વસતિના માત્ર ૪૬.૪૯ ટકા (૪.૨૫ કરોડ) લોકોનું જ પૂર્ણપણે વેક્સિનેશન કરાયું છે. જે ૫૧ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછું છે. ડિસેમ્બર સુધીમાં કોવિશિલ્ડનો પહેલો ડોઝ લેનારા ૪,૮૫,૪૬,૬૨૬ લાભાર્થીઓએ હજુ સુધી બીજાે ડોઝ લીધો નથી. જ્યારે અન્ય ૧૨,૬૬,૨૬૧ લોકો પહેલો ડોઝ લીધા પછી બીજાે ડોઝ ચૂકી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *