Maharashtra

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ આવતા વર્ષે લંડન જાય તેવી શક્યતા

મુંબઈ
કેટરિના અને વિક્કીએ મુંબઇમાં એક ભવ્ય રિસેપ્શનની યોજના કરી છે. જાેકે સત્તાવાર રીતે આના વિશે કાંઇ જણાવ્યું નથી. આ યુગલ ૧૨ તારીખ સુધી રાજસ્થાનમાં રહેવાનું છે. એક વાત એવી પણ છે કે, બન્ને હનીમૂન પર જવાના નથી. હાલ તેઓ પોતપોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઇ જાય તેવી શક્યતા છે. તો વળી બીજી વાત એવી પણ છે કે, આ નવયુગલ માલદ્વીવ જવાનું છે. તેમની પાસે તેમની ફિલ્મોના કમિટમેન્ટ હોવાથી માલદ્વીવ જશે તો પણ તે શોર્ટ ટાઇમ માટે જ હશે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ ૯મી તારીખે લગ્નબંધનમાં બંધાઇ જશે. હવે આ બાબતે અપડેટ એ છે કે, આ નવયુગલ આવતા વરસે જાન્યુઆરી મહિનામાં લંડન જાય તેવી શક્યતા છે. કેટરિનાની માતા સુઝેન ટોરકોટીએ વિક્કી કૌશલના પેરન્ટસને લંડન આવવાનું આમંત્રણ આપ્યું છે. વિક્કીની માતા વીણા અને પિતા શામ કૌશલ આવતા વરસના જાન્યુઆરી મહિનામાં લંડન જાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *