Maharashtra

વેબ સિરીઝ બનાવવાના બહાને ૩૭ લાખ રૃપિયાની છેતરપિંડી

મુંબઈ
બિઝનેસમેન તથા કો-પ્રોડયુસર રાજેશ જયસિંઘાની અને અભિનેતા હિતેન તેજવાનીના ફરિયાદના આધારે વર્સોવા પોલીસે જરૃરી કાર્યવાહી કરી હતી. અંધેરી (પશ્ચિમ)માં રહેતી રોશન ભિંડર (ઉ.વ.૫૦)ની ધરપકડ એન્ટરમેન્ટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તેની સામે અનેક જણે ફરિયાદ કરી હતી. મુંબઈ હાઈર્કોર્ટે તેના વચગાળાના આગોતરા જામીન પણ રદ્દ કરી દીધા હતા. પોલીસ હવે રોશન અન્ય કયા ગુનામાં સંડોવાયલી છે એની તપાસ કરી રહી છે.જાણીતા ટીવી દિગ્દર્શકની પત્નીની ૩૭ લાખ રૃપિયાની છેતરપિંડીના આરોપસર વર્સોવા પોલીસે ધરપકડ કરી છે. વેબ સિરિઝ બનાવવાના બહાને કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રસિદ્ધ દિગ્દર્શક ગેરી બિંદરની તે પત્ની છે. જાણીતા એડવોકેટ અમિત મહેતાએ જણાવ્યું હતું કે છેતરપિંડી બાદ ઘણા સમયથી રોશન ધરપકડથી બચવાનો પ્રયત્ન કરી રહી હતી. તેણે છેતરપિંડી કરી હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *