મુંબઈ
સુનિલ શેટ્ટીની આ વેબ સીરિઝનું નિર્માણ યોડલી ફિલ્મસનું છે તેમજ તમિલ દિગ્દર્શક રાજેશ સાલવા છે. આ સીરીઝમાં સુનિલ ઇશા ગુપ્તા સાથે રોમાન્સ કરતોજાેવા મળશે.સુનિલ શેટ્ટી વેબ સીરીઝ ઇનવિઝિબલ વુમેનથી ઓટીટી ડેબ્યુ કરીરહ્યો છે. આ એક એકશન થ્રિલર સીરીઝ હશે જેમાં તેની સાથે ઇશા ગુપ્તા કામ કરતી જાેવા મળશે. સુનિલે પોતાના ડિજિટલ ડેબ્યુ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મને એવી વેબ સીરીઝમાં કામ કરવાની ઇચ્છા હતી જેની વાર્તા અને વિષય અન્યો કરતા અલગ હોય. ઇનવિઝિબલ વુમનની વાર્તાએ મારું તરત જ ધ્યાન ખેંચ્યુ હતું અને હું કામ કરવા રાજી થયો હતો. તેણે વધુમાં કહ્યું હતુંકે, યાડલી સાથે કામ કરવામાં હું આનંદ અનુભવી રહ્યો છું. મને પોતાની સીરીઝનોહિસ્સો બનાવ્યો અને આ રીતે મને ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી.


