મુંબઈ
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને બુધવારે કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી. વીવી પાટિલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર ૯૫૬ છે. આર્યનની ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી ૨૧ ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આર્યનના કેસમાં આજે માત્ર ચુકાદાનો ઓપરેટિવ હિસ્સો જ રજૂ કરવામાં આવ્યો હતો. ડીટેલ ઓર્ડર હજી આવવાનો બાકી છે. ૧૪ ઓક્ટોબરના રોજ કેસની સુનાવણી દરમિયાન જજમેન્ટ રિઝર્વ કરતાં સમયે જસ્ટિસ પાટિલે કહ્યું હતું કે તે ૨૦ ઓક્ટોબરે ઘણાં જ વ્યસ્ત છે, પરંતુ તે પ્રયાસ કરશે કે આર્યનની જામીન અરજી પર સુનાવણી કરે. હાઇકોર્ટમાં મોડું થતાં આર્યનના વકીલ અરજી દાખલ કરી શક્યા નહીં.. દ્ગઝ્રમ્ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ (છજીય્) અનિલ સિંહ આ કેસ લડે છે. માનવામાં આવે છે કે ૧૩ તથા ૧૪ ઓક્ટોબરના રોજ દ્ગઝ્રમ્ની મજબૂત દલીલો આર્યનના વકીલો પર ભારે પડી છે. જાેકે, ડિટેલ જજમેન્ટ સાંજ સુધી આવે તેવી આશા છે. ત્યારબાદ જ પૂરી રીતે સ્પષ્ટ થશે કે આર્યનની જામીન અરજી રિજેક્ટ કરવા પાછળ કોર્ટનો શું તર્ક હતો આર્યન પર છજીય્ની આ ૧૦ દલીલો ભારે પડીઆર્યન ઘણો જ પ્રભાવશાલી છે અને જામીન પર છૂટ્યા બાદ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા દેશમાંથી ભાગી શકે છે. દ્ગઝ્રમ્ના વકીલ અદ્વૈત સેતનાએ કહ્યું હતું કે આ પ્રકારનો કેસ અરમાન કોહલીનો હતો અને તેને પણ તપાસ પુરી ના થઈ ત્યાં સુધી જામીન આપવામાં આવ્યા નથી.ડ્રગ્સ કેસમાં આર્થર રોડ દેલમાં બંધ આર્યન ખાનને મળવા શાહરૂખ ખાન આજે જેલ પહોંચ્યો છે. આર્યન ખાનની ધરપકડ પછી શાહરૂખ ખાન પહેલીવાર તેને મળવા આવ્યો છે. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આરોપી આર્યન ખાનની જામીન અરજી બુધવારે ફરી ફગાવવામાં આવી છે. આર્યનના વકિલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદે જસ્ટિલ નિતિનસાંબરે કોર્ટ રૂમમાં જામીન માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધી હાઈકોર્ટની બેન્ચ ઉટી ગઈ હતી. હવે હાઈકોર્ટમાં આજે આ વિશે સુનાવણી કરાશે.