Maharashtra

શાહિદ કપૂરની નવી ફિલ્મનું શૂટિંગ ગોરેગામમાં શરૂ

મુંબઈ
આ ફિલ્મમાં ભારોભાર એક્શન છે અને ફિલ્મનું પ્રથમ શિડયુલ પણ એક્શન દ્રશ્યથી જ શરૂ થશે, જેના શૂટિંગમાં શાહિદ કપૂર ભાગ લેશે. આ દ્રશ્યમાં ઘણો જુનિયર આર્ટિસ્ટ્‌સ પણ ભાગ છે અને અને બોડી-ડબલનો પણ ઉપયોગ કરાશે. શાહિદ કપૂરે તેની પ્રથમ વેબ સીરિઝનું શૂટિંગ તાજેતરમાં જ પૂરું કર્યું, જેના દિગ્દર્શક રાજ-ડીકે છે, પણ આ અભિનેતા માટે આરામ કરવાનો સમય નથી, કેમ કે હવે પછી તે અલી અબ્બાસ જાફરની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે, જે ૨૦૧૧ની ફ્રેન્ચ ફિલ્મ ‘સ્લીપલેસ નાઇટ’ પર આધારિત છે. આ શીર્ષક વિનાની ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન્સનું કામ ફિલ્મના દિગ્દર્શકે શરૂ કરી દીધું છે, જેમાં શાહિદ કપૂર પોલીસ અધિકારી બને છે અન ેકેફી દ્રવ્યોના શહેનશાહનો પીછો કરે છે.

Sahid-kapoor-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *