મુંબઈ
૨ નવેમ્બરે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલો વીડિયો ૨૦૧૭માં કટકમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેની ૧૫૦ રનની ઈનિંગ્સ દર્શાવે છે. યુવરાજે આ રન ૧૨૭ બોલમાં ૨૧ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે એમએસ ધોની સાથે ૨૫૬ રનની ભાગીદારી પણ કરી હતી, આ મેચમાં ધોનીએ ૧૩૪ રન બનાવ્યા હતા.ફરી મેદાનમાં ઉતરવાના યુવરાજ ના ઈશારામાં કેટલી શક્તિ છે તે તો સમય આવશે જ ખબર પડશે. પણ અત્યારે જે દેખાય છે તે સમય છે. યુવરાજે જે વીડિયો અપલોડ કર્યો છે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેની ૧૫૦ રનની ઈનિંગનો છે. તેણે ‘તેરી મિટ્ટી’ ગીત પર બેટિંગ કરતા તેનો આ વીડિયો એડિટ કરીને પોસ્ટ કર્યો છે. સોશિયલ મીડિયા પર પોતાનો આ વીડિયો પોસ્ટ કરતા યુવરાજે લખ્યું, “ભગવાન તમારું ભાગ્ય નક્કી કરે છે. જનતાની માગ પર હું ફરી એકવાર ફેબ્રુઆરીમાં મેદાનમાં ઉતરીશ. મારા માટે આ લાગણી કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ નહીં હોય. આ માટે હું દરેકનો આભારી રહીશ. ” યુવરાજ સિંહે ભારત માટે ૪૦ ટેસ્ટ, ૩૦૪ ર્ંડ્ઢૈં અને ૫૮ ્૨૦ૈં મેચ રમી છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં ૧૧૦૦૦ થી વધુ રન બનાવ્યા છે, જેમાં ૧૭ સદી અને ૭૧ અડધી સદી સામેલ છે. યુવરાજ જ્યારે તેના ફુલ ફોર્મમાં હતો ત્યારે વિરોધી ટીમો માટે તેને રોકવો મુશ્કેલ હતો. ૧૧૦૦૦થી વધુ રન બનાવવા ઉપરાંત તેણે ૧૪૮ વિકેટ પણ લીધી છે જેમાં બે વખત ૪ વિકેટ અને એક વખત ૫ વિકેટનો સમાવેશ થાય છે. યુવરાજ સિંહે વર્ષ ૨૦૦૦માં નૈરોબીમાં રમાયેલી ૈંઝ્રઝ્ર નોકઆઉટ ટુર્નામેન્ટમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તે આગામી ૧૭ વર્ષ સુધી ભારત માટે રમ્યો હતો. યુવરાજે ૩૦ જૂન ૨૦૧૭ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ર્ંડ્ઢૈં તરીકે બારાત માટે તેની છેલ્લી મેચ રમી હતી. તેણે વર્ષ ૨૦૧૯માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.


