Maharashtra

શ્રાદ્ધા કપૂરે દિવાળીના તહેવાર પહેલા ઈન્સ્ટાગ્રામ પર પારંપરિક વસ્ત્રો સાથે શેર કર્યો

મુંબઈ
દિવાળીનો તહેવાર નજીક છે અને ફેમસ સેલિબ્રિટી તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડ પર પારંપરિક પરિધાનોમાં તેમની શાનદાન તસવીરો શેર કરી રહ્યા છે. હાલમાં જ શ્રાદ્ધા કપૂરે એક ખૂબ જ સુંદર સાડીમાં તેનો શાનદાર ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. શ્રાદ્ધા કપૂરે યલ્લો અને ઓરેન્જ કલરની સાડી પહેરીને એક ટેરેસ પર આ ફોટોશૂટ કરાવ્યું છે. સાડી સાથે જ્વેલરીમાં માત્ર હેવી કલરફુલ ઇયરરિંગ્સ કેરી કર્યા છે. આ લૂક માટે શ્રાદ્ધા કપૂરને સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ નમ્રતા દીપકે સ્ટાઇલ કરી હતી. શ્રાદ્ધાએ રેડ, ઓરેન્જ, યલ્લો અને પિંક કલરની સાડી ને રેડ સ્પેગિટી સ્ટ્રેપ બ્લાઉઝ સાથે પેર કર્યું છે. સોશિયલ મીડિયા પર શ્રાદ્ધા કપૂરના લાખો ફેન્સ છે જે તેની તસવીરો પર દિલ ખોલીને લાઇક અને કમેન્ટ્‌સ કરતા જાેવા મળે છે. શ્રાદ્ધા કપૂરની સાડી સનસેટ સાથે એકદમ મેચ જાેવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *