Maharashtra

સંઘર્ષ વિના કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી ઃ અભિષેક બચ્ચન

મુંબઈ
અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેક પર પ્રેમ વરસાવતા અભિષેકના ઇન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્‌વીટ કરીને લખ્યુ કે, સંઘર્ષ વિના કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી. મને તારા સંઘર્ષ પર ગર્વ છે. હું તારી સિદ્ધિથી ખૂબ જ ખુશ છું. હું આશા રાખું છું કે તારા દાદાજીના શબ્દો અને પ્રાર્થનાઓ અમારી સાથે અને આવનારી પેઢીઓ સાથે પણ રહે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક છેલ્લે મ્ર્હ્વ મ્ૈજુટ્ઠજ માં જાેવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં દસવીમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમ લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં અભિષેક રાજનેતાના રોલમાં જાેવા મળશે. અભિષેકે ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર લીડ રોલમાં જાેવા મળી હતી. બંનેએ પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત સાથે કરી હતી. અભિષેકને તેની અસલી ઓળખ ફિલ્મ ધૂમથી મળી હતી. આ પછી તે ગુરુ, હાઉસફુલ ૪, પા, બોલ બચ્ચન જેવી ઘણી ફિલ્મોમાં જાેવા મળ્યો. લાંબા વિરામ બાદ અભિષેકે અનુરાગ કશ્યપની મનમર્ઝિયા સાથે ફરી વાપસી કરી હતી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. અભિષેક બચ્ચને જુના દિવસોને યાદ કરતા જણાવ્યુ છે કે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર હોવા છતાં તેને ફિલ્મ મળવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. વધુમાં અભિષેકે કહ્યું કે, મારી ૨૧ વર્ષની સફરમાં મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે. અભિષેક બચ્ચને કહ્યું હતું કે, તેમને તેમની પહેલી ફિલ્મ મળતા ૨ વર્ષ લાગ્યા હતા. ઘણા લોકોને લાગે છે કે, મહાનાયક બચ્ચનનો પુત્ર હોવાને કારણે લોકો લાઈન લગાવીને ઉભા હતા, પણ ખરેખર એવું ન હતું. મેં કામની શરૂઆત કરતા પહેલા દરેક ડિરેક્ટર સાથે વાત કરી હતી અને તેમણે મારી સાથે કામ ન કરવાનો ર્નિણય લીધો હતો.

Abhishek-Bachchan-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *