મુંબઈ
એક્ટ્રેસ સની લિયોનીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એક તસવીર શેર કરી છે મુંબઇમાં સારા મોસમની શરૃઆત થવા દો. પોતાના ઘરમાં સ્વર્ગનો એક ભાગ મેળવીને ધન્ય મહેસૂસ કરી રહી છું. પૂલમાં ક્વોલિટી ટાઇમ ગાળતી સનીની આ ફોટો જાેઈને અંદાજાે લગાવી શકાય કે સની ખૂબ જ એન્જાેય કરી રહી છે. સ્વિમ વિયરમાં બન્ને હાથ ફેલાવીને તે તેનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે અને તેનું નવું ઘર પણ. સની થોડાક સમય પહેલાં જ તેના નવા ઘરમાં શિફ્ટ થઈ છે. સનીએ અત્યારે જે ફોટો શેર કરી છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે સનીનું નવું ઘર કેટલું આલીશાન છે. સનીએ તેના ઘરની છત પરના સ્વિમિંગ પૂલની એક ઝલક ફેન્સને આપી છે. તેણે આને પીસ ઓફ હેવન એટલે સ્વર્ગનો એક ભાગ જણાવ્યું છે.


