મુંબઈ
જાણીતા ડિઝાઇનર સબ્યસાચી મંગલસૂત્ર વેચી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું હતું કે આ એડ કેમ્પેન બ્લૂ ફિલ્મ જેવું છે કારણ કે, અહીં મંગલસૂત્રના બદલે પોર્ન મૂવીને પ્રમોટ કરવામાં આવી રહી હોય તેવું લાગે છે. સમાજ માટે આ નુકસાનકારક છે.તાજેતરમાં સબ્યસાચીએ તેમનું નવું જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું જેને લઈને સોશિયલ મીડિયામાં લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. આ કલેક્શનનું નામ ‘ઇન્ટિમેટ ફાઇન જ્વેલરી‘ છે. સબ્યસાચીએ ઇન્ટિમેટ ફાઇન જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું છે. રોયલ બંગાલ મંગળસૂત્ર અને બંગાળ ટાઇગર આઇકોન નેકલેસ કલેક્શનના ફોટોઝ પણ શેર કર્યા છે. જેના સંખ્યાબંધ ફોટા ડિઝાઇનરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં હેટ્રોસેક્સુઅલ અને સમલૈંગિક કપલ ધ રોયલ બંગાલ મંગલસૂત્રને પહેરીને પોઝ આપતા જાેવા મળી રહ્યા છે. ફોટોઝમાં મોડેલ્સ અંડરગાર્મેન્ટસ પહેરીને પણ મંગલસૂત્રને પ્રદર્શિત કરતી જાેવા મળી રહી છે જેને લઈને યૂઝર્સમાં રોષ જાેવા મળી રહ્યો છે. યૂઝર્સનું કહેવું છે કે, ડિઝાઇનરે હિંદુ સંસ્કૃતિનું અપમાન કર્યું છે જેના કારણે તેમની ભાવનાઓ દુભાઈ છે. આથી આ એડ કેમ્પેનને પાછું ખેંચવામાં આવે.
