મુંબઈ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આમ તો મુંબઇના બાન્દ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે પરંતુ હાલમાં જ તેઓએ બાંદ્રામાં એક ડુપ્લેક્સનું રેન્ટ પર એગ્રીમેન્ટ રિન્યૂ કર્યો છે. સલમાન ખાને વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ બાંન્દ્રામાં મકબા હાઇટ્સનો ૧૭મો અને ૧૮મો માળ માટે પોતાનો એગ્રીમેન્ટ રિન્યૂ કર્યો છે. ડુપ્લેક્સના માલિક બાબા સિદ્દીકી અને જિશાન સિદ્દીકી છે. આ ૧૧ મહિનાનો કરાર છે અને સંપત્તિ ૨,૨૬૫ વર્ગ ફૂટમાં ફેલાયેલ છે. સલમાન ડુપ્લેક્સ માટે ૮.૫ લાખ રૂપિયા એક મહિનાનું ભાડું ચૂકવશે.


