મુંબઇ ,
સલમાને ચિરંજીવીની ગોડફાધર ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. દબંગ ખાન આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મ ચિરંજીવીની ૧૫૩મી ફિલ્મ હશે. આ ફિલ્મના મ્યુઝિક કમ્પોઝરે જણાવ્યું હતું કે, મોહન રાજાની ગોડફાધર ફિલ્મમાં બોલીવૂડ અભિનેતા સલમાન ખાન એક ગીતમાં ડાન્સ કરતો જાેવા મળવાનો છે.સલમાન ખાન સાઉથની ફિલ્મોમાં કામ કરવાનો છે એ ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. પરંતુ હવે આ વાત પર મહોર લાગી ગઇ છે. સલમાન ખાન ચિરંજીવીની સાથે દક્ષિણની એક ફિલ્મમાં મહત્વના રોલમાં જાેવા મળવાનો છે. જેની જાણકારી આ ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર એસએસ થમને આપી હતી. સાઉથની ફિલ્મ ગોડફાધરમાં સાઉથનો સુપરસ્ટાર ચિરંજીવી અને બોલીવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન બન્ને જાેવા મળવાના છે. બન્નેની પોતા-પોતાની ઇન્ડસ્ટ્રીમાં બોલબાલા છે. હવે આ બે સ્ટાર એક જ સ્ક્રીન પર સાથે જાેવા મળે તો દર્શકોને મનોરંજનનો ડબલ ડોઝ મળ્યા જેવું થશે.


