Maharashtra

સાઉથ સ્ટાર પુનિત રાજકુમારએ પિતાની જેમ આંખનું દાન કર્યું

મુંબઈ
પુનીત ઘણા ઉમદા કાર્યો કરતા હતા. તેઓ ૨૬ અનાથાશ્રમ, ૪૬ મફત શાળાઓ, ૧૬ ગૌશાળાઓ સાથે તેઓ ૧૮૦૦ બાળકોના શિક્ષણની જવાબદારી સંભાળતા હતા. પુનીત શુક્રવારે જિમમાં વર્કઆઉટ કરવા ગયા હતા. જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત અત્યંત ગંભીર હતી. ડૉક્ટરોએ તેમની સારવાર કરી, પરંતુ થોડા સમય પછી તેમના મૃત્યુના સમાચાર આવ્યા અને શોકનું મોજુ ફરી વળ્યું હત. પુનીતના ઘર અને હોસ્પિટલની બહાર તેના ચાહકો એકઠા થઈ ગયા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે.સાઉથનો સુપરસ્ટાર પુનીત રાજકુમાર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો છે. પુનીતનું ૨૯ ઓક્ટોબરે ૪૬ વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પુનીતના મૃત્યુથી સાઉથથી લઈને બોલિવૂડ સુધીની આખી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. પુનીત તેના પિતાના પગલે ચાલ્યા છે. પુનીતના પિતાની જેમ તેની આંખો પણ દાન કરવામાં આવી છે. ૧૯૯૪માં પુનીતના પિતા ડૉ.રાજકુમારે સમગ્ર પરિવારની આંખો દાન કરવાનો ર્નિણય લીધો હતો. તેમણે વર્ષ ૨૦૦૬માં આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી. ૧૨ એપ્રિલે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.અભિનેતા ચેતન કુમાર અહિંસાએ પુનીતના નેત્રદાન વિશે માહિતી આપી છે. તેમણે ટ્‌વીટ કર્યું- જ્યારે હું અપ્પુ સરને મળવા હોસ્પિટલ ગયો હતો ડોક્ટરોની ટીમે છ કલાકમાં તેમની આંખો કાઢી લીધી. જે રીતે ડો.રાજકુમાર અને નિમ્મા શિવન્નાએ આંખોનું દાન કર્યું હતું. અપ્પુ સાહેબે પણ એવું જ કર્યું. અમે અપ્પુ સરની યાદમાં અમારી આંખોનું દાન કરવાનો સંકલ્પ પણ લઈએ છીએ.

Puneeth-Rajkumar-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *