મુંબઈ
સાન્યા મલ્હોત્રા નવા શોમાં કામ કરી રહી છે. સસુરાલ વન્ડફુલ નામના શોમાં તેની સાથે વરૂણ શર્મા કામ કરી રહ્યો છે. આ શોમાં સાન્યા આશિમા નામનું પાત્ર ભજવી રહી છે. તેના લગ્ન વરૂણ શર્મા સાથે થાય છે. લગ્ન બાદ તેને જાણ થાય છે કે તેનો પતિ વરૂણ અને તેનો પરિવાર સેકસ કલીનીક ચલાવે છે. આ વાતની જાણ થતાં તે ચોંકી જાય છે. સેકસ વિષય વિશે સાન્યાએ કહ્યું કે ‘આને ખરેખર એક કલંક માનવામાં આવે છે. જાે કે ફિલ્મો, સિનેમા અને અન્ય પ્લેટફોર્મને કારણે હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. મને લાગે છે કે આવી કહાનીઓની માંગ વધતાં નિર્માતા પણ ‘સસુરાલ વન્ડરફુલ’ જેવા શો બનાવે છે. મને આશા છે કે આ શો દ્વારા થોડી ઘણી વસ્તુઓમાં પરિવર્તન લાવી શકીશું. સાથે જ કેટલાક લોકોને પ્રેરણા પણ મળશે કે તેઓ સેકસ સંબંધિત વિષયોને લઈને સહજતાથી ચર્ચા કરી શકશે. મને એવો ભરોસો છે કે ‘સસુરાલ વન્ડરફુલ’માં મારું પાત્ર આશિમા આપણા સમાજનું પ્રતિબિંબ દેખાડશે. શોમાં તે બુદ્ધિશાળી છે પણ તેને સેકસ વિશે ચર્ચા કરવાનું ગમતું નથી. જાેકે પછીથી તેને સમજાય છે કે આ તો એક કુદરતી વસ્તુ છે. એના વિશે ચર્ચા કરવી પણ


